હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જસદણમાં બેંકમાંથી સોનાના ઘરેણા છોડાવવાના નામે ૧૦ લાખની ઠગાઇ
જસદણમાં સોની કામ કરતા હાર્દિપભાઇ ધોરડાની જાણ બહાર ઘરેણા છોડાવી લીધા : અભીલવ ખાચર ઉર્ફે લાલા સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ

રાજકોટ તા. ૧ :.. જસદણનાં અંબીકાનગરમાં ન્યાય મંદિર વાળી શેરીમાં રહેતાં અને સોની કામ કરતાં હાર્દિપભાઇ રસીકભાઇ ઘોરડા (ઉ.૪ર) ને ફાયનાન્સ બેંકમાંથી ઘરેણા છોડાવી આપવાના નામે અભીલવ ખાચર ઉર્ફે લાલા (રહે. ધાધલ શેરી, બાવાન ચોક, જસદણ) એ રૂા. ૧૦ લાખની રકમ બેંકમાં ભરાવી જાણ બહાર દાગીના છોડાવી લઇ જઇ છેતરપીંડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
હાર્દિપભાઇએ ફરીયાદમાં જણાવ્યુ કે હું આરોપીને બે મહીનાથી ઓળખું છું. ગઇ તા. ૧૨/૦૮/૨૦ ૨૬ ના હું રાજકોટ સોની કામ તથા બેંક કામ માટે રાજકોટ ગયેલ હતો ત્યારે સાંજના પાચેક વાગ્યાની આસપાસ મારા મોબાઈલ નંબરથી ફોન આવેલ અને કહેલ કે જસદણથી અ ભિલવ ઉર્ફે લાલો બોલુ છુ અને મને વાત કરેલ કે જસદણ આઈ.આઈ.એફ.એલ ગોલ્ડ લોન ફાઇનાન્સ માં ૧૩૧ ગ્રામ સોનુ પડેલ છે જે સોનાના દાગીના છોડાવવા મારી પાસે હાલે પૈસા નથી અને વ્યાજ પણ ભરાતુ નથી જો વ્યાજ સમયસર નહી ભરવામાં આવે તો લોન વાળા સોનાની હરાજી કરી નાખશે જેથી તમે કઈ રસ્તો કરી આપો, જે થી મે કહેલ કે હું હાલે રાજકોટ છુ અને સવારે આવીને બેંક જઈ સોનાના દાગીના જોયા બાદ તમને આગળ વાત કરશે
ત્યાર બાદ તા. ૧૩/૦૮/૨૦૨૬ ના હું જસદણ ખાતે આવેલ અને આ અભિલવને બેંક ખાતે મળેલ બાદમાં બન્ને બેંકના મેનેજરને મળેલ સોનાના દાગીના ૧૩૧ ગ્રામ વજનના હતા, જેના ઉપર ૧૪,૦૫,૦૦૦ નો બોજો હતો તેમજ લાલાને મેનેજરે કહેલ આજે છેલ્લી મુદત છે નહીતર આ દાગીનાની હરાજી કરી નાખવામાં આવશે. જેથી લાલાએ મને કહેલ કે તમે સોનાના દાગી ના છોડાવી વેંચાણ માટે રાખો તેમ કહી મને લાલચ ઓપેલી મે મારા એકાઉન્ટ માંથી બેંકની લીંક મારફતે ૧૦,૦૦, ૦૦૦ રૂપીયા જમા કરાવેલ હતા અને બાકીના ૪,૦૫,૦૦૦ જમા કરાવવા સારૂ મે લાલાભાઈને બીજા દિવસે પૈસાનું ક હેલ હતુ જેથી તેણે સહમતી આપેલ હતી, બાદ તા. ૧૪/૦૮/૨૦૨૬ ના થો જે મે લાલાલને ટેકસ મેસેઝ કરી બેંક ખા તે બોલાવેલ મહંતુ ઘણો સમય રાહ જોયેલ પરંતુ લાલોભાઈ આવેલ નહી બાદ શની, રવીના દિવસોમાં મે આ અભિલવ ઉ ફે લાલાભાઈને મેસેઝ કરેલ, પરંતુ લાગેલ નહી અને ફોન લાગતો ન હતો હું સોમવારે બેંક ખાતે ગયેલ તો મેનેજરે આજે રજા પર હતા, જેથી ફોન કરી વાત કરેલ કે તમારી હાજરીમાં ૧૦,૦૦,૦૦૦/- રૂપીયા લીંક મારફતે જમા કરાવેલ છે તો મારા વગર આ લાલાભાઈનું ગોલ્ડ રિલીઝ કરતા નહી, જયારે આવે ત્યારે મને જાણ કરજો તા.૨૦/૦૮/૨૦૨૬ ના સ. જે હું ફાઇનાન્સ બેંક ખાતે રૂબરૂ ગયેલ તો મેનેજર હાજર હતા જેથી મે તેમને કહેલ કે જે સોનાના દાગીનામાં ૧ ૦ લાખ રૂપીયા ભરેલ છે તે મુદ્દો મને બતાવો જેથી મેનેજરે તેમના સ્ટાફને અભિલવ ખાચરના સોનાના દાગીના બતાવવા સારૂ બોલાવે તો એક શીગ/મેડેમ આવેલ અને જણાવેલ કે અભિલવ ખાચર તેમના ઘરેણા છોડાવી ગયેલ છે અને લોન ક્લોઝ કરેલ છે જેથી મે મેનેજર ને કહેલ કે તમે મને બાંહેધરી આપેલ હતી કે તમારા વગર ઘરેણા ન હી છોડુ જેથી તેઓએ કહેલ કે હું રજા પર ગયેલ અને ઓડીટ આવેલ જે દરમ્યાન આ લાલો ઘરેણા છોડાવી ગયેલ છે. બાદ મે લાલને ફોન કરી આ બાબતે પુછપરછ કરતા મને કહેલ કે હવે રૂપીયા ઘરેણા બધુ ભુલી જાજે નહિતર જાનથી મારી નાખીશ એમ ધમકી આપી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
