<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

જસદણ નગરપાલિકામાં કાલે સેવા સેતુ કાર્યક્રમઃ હજારો નાગરિકોને લાભ મળશે

 

(હિતેશ ગોસાઈ-હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ,તા.૨૧: દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિન અવસરે સેવા સંકલ્‍પ અભિયાન અનુસંધાને કાલે તા.૨૨ને મંગળવારના રોજ સવારે ૧૦ થી સાંજના ૫ કલાક સુધી સરકારની વિવિધ લોકકલ્‍યાણકારી યોજના યોજનાઓની માહિતી અને માર્ગદર્શન અને મળવાપાત્ર લાભ આપવામાં આવશે તો મળવાપાત્ર લાભાર્થીઓએ સમયસર ઉપસ્‍થિતે પાલિકા કચેરીના ફોન નંબર ૦૨૮૨૧ ૨૨૦૦૬૦ પરથી પણ વિશેષ જાણકારી મળી શકશે સેવા સેતુ કાર્યક્રમ અંગે ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,જસદણ નગરપાલિકાના મુખ્‍ય અધિકારી મેહુલભાઈ જોધપુરા, જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ જીતેન્‍દ્રભાઈ છાયાણી, ઉપપ્રમુખ લાલાભાઈ થડેશ્વર,કારોબારી ચેરમેન કાજલબેન ઘોડકીયા સહિતના સભ્‍યો વિવિધ કમિટીના ચેરમેનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે આ સેવાસેતુ કાર્યક્રમને લઈને ઉત્‍સાહનો સંચાર થયો છે.

(10:48 AM IST)