News of Sunday, 27th September 2026
વિસાવદર નગરપાલિકા કચેરી ખાતે સોમવારે ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન
વિવિધ સરકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ મળશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :ગુજરાત સરકારના દિશાનિર્દેશ મુજબ વિસાવદર નગરપાલિકા વિસ્તારના નાગરિકોના પ્રશ્નો અને સરકારી સેવાઓનો સ્થળ પર જ નિકાલ થાય તેવા આશય સાથે આગામી તા. ૨૮-૦૯-૨૦૨૬, સોમવારના રોજ ‘સેવાસેતુ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નગરપાલિકા કચેરી, વિસાવદર ખાતે યોજાશે. આ કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી અને સાંજે ૫:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત નગરજનોને એક જ સ્થળેથી અસંખ્ય સરકારી યોજનાઓ અને વહીવટી સેવાઓનો સીધો લાભ પૂરો પાડવામાં આવશે.
સ્થળ પર ઉપલબ્ધ મુખ્ય સેવાઓની યાદી:
વિવિધ પ્રમાણપત્રો અને નોંધણી: આવકના દાખલા, જાતિના દાખલા, જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી તેમજ બીપીએલ (BPL) યાદીના દાખલા.કાર્ડ અને કુપન સંબંધિત કામગીરી: નવું આધાર કાર્ડ/સુધારો, માં-અમૃતમ કાર્ડ અને રેશનકાર્ડ કુપનની કામગીરી.સરકારી કલ્યાણકારી યોજનાઓ: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, મરણોત્તર સહાય વિતરણ, સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગને લગતા કામો.નગરપાલિકા અને બેંકિંગ સેવાઓ: ટેક્સ બ્રાંચને લગતી કામગીરી, બાંધકામ મંજૂરી બાબતો તેમજ બેંકને લગતી વિવિધ સેવાઓ.આરોગ્ય ક્ષેત્રે રાહત: કેમ્પ દરમિયાન નાગરિકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર (B.P.) ની તપાસ સ્થળ પર જ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.
વિસાવદર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ દયાબેન ભરતભાઈ સોલંકી, ઉપપ્રમુખ રમેશભાઈ વી. માંગરોલીયા અને ચીફ ઓફિસર ભાવિનભાઈ કાંધાણી દ્વારા નગરના તમામ ભાઈઓ તથા બહેનોને આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા અને પોતાના વહીવટી કાર્યો સરળતાથી પૂર્ણ કરવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
