<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

જામનગરમાં જાહેરમાં કાટી છાપ નામનો જુગાર રમતા સાત શખ્શોને રોકડ અને વાહનો સહીત રૂ. ૨,૯૨,૦૦૨ ના મુદામાલ સાથે જામનગર એલ.સી.બી.એ ઝડપ્યા .

ન્યુ સાધના કોલોની, બ્લોક નંબર-૫૧ ની બાજુમા ગલીમા જાહેરમા સિકકા ઉલાળી કાટી છાપ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા શખ્શોને રોકડ 52 .000 સાથે ઝડપી લેવાયા

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.

   દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા તથા મયુદીનભાઈ સૈયદને મળેલ ખાનગી સંયુકત બાતમી હકિકત આધારે જામનગર શહેરમા ન્યુ સાધના કોલોની, બ્લોક નંબર-૫૧ ની બાજુમા ગલીમા જાહેરમા રૂપીયાના સિકકા ઉલાળી કાટી છાપ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા નીચે લખ્યા નામ વાળા આરોપીઓના કબ્જા માંથી રોકડ રૂ. ૫૨,૦૦૦/- ચલણી સિકકા નંગ-૨ કિ.રૂ. ૨/૦૦ તથા મો.સા.- ૦૪ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન -૮ કિ.રૂ. ૪૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૯૨,૦૦૨/- ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ પો. કોન્સ. મયુરસિંહ પરમારએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજા નાઓએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ
૧) અનીલભાઈ સોમાભાઈ ચાવડા રહે. સાધના કોલોની, બ્લોક નંબર એમ-૫૧ રૂમ નંબર ૩૮૬૫, જામનગર
૨) રહીમભાઈ ઉર્ફે નંઢો ઇબ્રાહીમભાઈ ખીરા રહે. ગુલાબનગર વાંજાવાસ, જયશ્રીબેન ની દુકાન પાસે, જામનગર
૩) યુનુસભાઇ ઇબ્રાહીમભાઈ ખીરા રહે. શંકરટેકરી, હુશેની ચોક, શોપીંગ સેન્ટરની પાછળ, જામનગર
૪) સુનીલભાઈ ફેરૂમલભાઈ નાગદેવ રહે. નીલકંઠ નગર, શેરી નંબર-૩, હર્ષદમીલ ની ચાલી પાસે, જામનગર
૫) અશોકભાઇ ઉર્ફે મીર્ચી ખટાઉમલ મંગે રહે. દિ.પ્લોટ-૬૫, રામ કુટીરની સામેની ગલીમા જામનગર
૬) નાજીરભાઈ ઉર્ફે નાજલો નુરમામદ ધોધા રહે. શંકરટેકરી, નવી નિશાળ પાછળ, હુશેનીચોક, જામનગર
૭) આફ્રીદી મહેબુબભાઈ દરજાદા રહે. શંકરટેકરી, સુભાષપરા શેરી નંબર-૨, જામનગર
પકડવાના બાકી આરોપીઓ:-
૧) અનુ બાપુ રહે. શંકરટેકરી, જામનગર
૨) ઉમર હાજી ખફી રહે. શંકરટેકરી, જામનગર
૩) હિતેશ ઉર્ફે સાકીરો સોમાભાઈ ચાવડા રહે. સાધના કોલોની, જામનગર
૪) લાલાભાઈ રહે. વસંત વાટીકા, જામનગર
૫) ઇકુભાઈ રહે. શંકરટેકરી, મોટો હુશેની ચોક, જામનગર
૬) બસીરભાઈ રહે. શંકરટેકરી, જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા,ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(10:16 PM IST)