તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
મોરબીના લાલપર પાસે મરઘા ભરેલ વાહન અને કાર વચ્ચે અકસ્માતઃ અનેક મરઘાના મોત

તસ્વીરમાં અકસ્માતગૃસ્ત બંને વાહનો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ, મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૪: મોરબીના લાલપર પાસે મરઘા ભરેલ વાહન અને કાર વચ્ચે અકસ્માત થતા અનેક મરઘાના મોત થયા હતા.
લાલપર નજીક હાઇવે ઉપર ગત રાત્રીના ફોરવીલ કાર અને મરઘા ભરેલી છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ૧ વ્યક્તિને ઈજા પહોંચી છે, જ્યારે અકસ્માતને કારણે વાહનમાં રહેલા અનેક મરઘાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
