તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
ઉમરાળા સર્કિટ હાઉસમાં ચોકીદાર યુવકે જીવન ટૂંકાવ્યું
સુસાઈડ નોટમાં જીવનથી કંટાળી ગયાનો ઉલ્લેખ, પરિવારમાં શોકની લાગણી

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર, તા.૧૭: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ઈટાળીયા ગામના રાહુલ બેચરભાઈ રાઠોડ ઉ.વ.૨૯ એ ઉમરાળા સર્કિટ હાઉસમાં છેલ્લા ચારેક વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા હતા. દરમિયાન સાંજના સમયે તેમણે સર્કિટ હાઉસના રૂમમાં જીવન ટૂંકાવી લીધું હતું.
આ બનાવની જાણ થતા જ ઉમરાળા પોલીસે બનાવસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવકે લખેલી સુસાઈડ નોટ કબજે કરી હતી. જેમાં જીવનથી કંટાળી જઈને પોતાની જાતે આ પગલું ભર્યું હોવાનું તેમજ પોતાના અવસાન માટે પરિવારના સભ્યો કે અન્ય કોઈ વ્યક્તિનો દોષ ન હોવાનું લખ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ બનાવ બાદ રાહુલના અવસાન બાદ માતાના રહેતા હોવાનું જાણવા મળ્યું છે. યુવાનના અચાનક અવસાનથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીન વાતાવરણ છવાઈ ગયું હતું. પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ ચાલુ રાખી છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
