<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરા તાપ વચ્‍ચે રવિ-સોમવારે માવઠાની આગાહી

આખો દિવસ ધોમધખતો તાપ યથાવતઃ પારો ૪ર ડીગ્રી નજીક પહોંચી ગયો

 

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરા તાપથી લોકો હેરાન છે. ત્‍યારે આગામી રવિવાર અને સોમવારે માવઠાની આગાહી કરાઇ છે.

ગઇકાલે રાજકોટમાં ૪ર, સુરેન્‍દ્રનગરમાં ૪૧ ડીગ્રી, અમદાવાદમાં ૪૦ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગુજરાતના હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. એક્‍તરફ રાજ્‍યના મોટાભાગના શહેરોમાં પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર રાજ્‍યમાં કમોસમી વરસાદની આગાહી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

પાકિસ્‍તાન અને રાજસ્‍થાનની આસપાસ એક અપર એર સકર્યુલેશન સક્રિય થયું છે. તેમજ ઉત્તર પ્રદેશથી મણિપુર અને બિહારથી તમિલનાડુ સુધી વિસ્‍તરેલા ટ્રફને કારણે હવામાન પ્રણાલી પ્રભાવિત થઈ રહી છે. ૧૫મી એપ્રિલની રાતથી પヘમિ હિમાલયના પ્રદેશોમાં એક નવું નબળું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સક્રિય

થવાની સંભાવના હોવાથી હવામાન વિભાગે ફરી એકવાર રાજ્‍યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

આગામી રવિવારે અને સોમવારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ગુજરાતમાં માવઠુ વરસી શકે છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :..  બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલી આજની હવામાનની વિગત મુજબ જિલ્લામાં ગરમીનો પારો ઊંચો રહ્યો છે. આજે લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું, જ્‍યારે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચ્‍યું હતું.

હવામાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા નોંધાયું છે અને પવનની ગતિ ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. વધતા તાપમાન અને ભેજને કારણે દિવસ દરમિયાન બફારાનું પ્રમાણ પણ જોવા મળ્‍યું હતું.

(11:09 AM IST)