News of Thursday, 3rd September 2026
જમવાનું પાર્સલ લેવા જઇ રહેલા હળવદના શફીક શેખનું બાઇકસ સ્લીપ થતાં મોત
મુળ ઝારખંડના યુવાને રાજકોટમાં સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૩: હળવદના રણમલપુર પાસે રાતે બાઇક સ્લીપ થઇ જતાં હળવદ રહેતાં મુળ ઝારખંડના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. જમવાનું પાર્સલ લેવા જતી વખતે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ હળવદમાં દાડમના બગીચામાં રહી ત્યાં દાડમના બોક્સ પેકીંગનું કામ કરતો મુળ ઝારખંડનો શફીક નઝાબભાઇ શેખ (ઉ.વ.૨૫) રાતે બાઇક હંકારી જમવાનું પાર્સલ લેવા જતો હતો ત્યારે નજીકના રણમલપુર પાસે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને હળવદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર શફીક ત્રણ બહેન અને ચાર ભાઇમાં ત્રીજો હતો. સંતાનમાં બે દિકરા છે. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
