<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

પુરૂષોત્તમ માસ નિમિત્તે પોરબંદર શ્રી હરિ મંદિરમાં પૂ.ભાઈશ્રી દ્વારા શાલિગ્રામ પૂજા

પૂ.રમેશભાઈ ઓઝાના સાનિધ્‍યમાં ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના દિવ્‍ય શળંગાર દર્શનનો ભાવિકો લ્‍હાવો લઇ શકશે.: સાંદિપની વિદ્યા નિકેતનમાં મનોરથીના પ્રતિનિધિ રૂપ ઋષિકુમારો દ્વારા પૂજા, અનુષ્ઠાન, તેમજ પારાયણનો વિધિવત્‌ પ્રારંભ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૯: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનથી આંતરરાષ્‍ટ્રીય ભાગવત કથાકાર ‘પૂ.ભાઈશ્રી'  રમેશભાઈ ઓઝાએ અધિકમાસ પુરુષોત્તમ માસ વિશેનું મહત્ત્વ સમજાવતા જણાવ્‍યું કે આ વર્ષે ફરીથી અધિક માસ આવી રહ્યો છે. પવિત્ર પુરુષોત્તમ માસનું આપણા શાષાોમાં વિશેષ મહત્‍વ છે. આને મલમાસ પણ કહેવામાં આવે છે. પદ્મપુરાણમાં એવી કથા છે કે આ માસના કોઈ દેવતા નહોતા. તેથી આ માસ ભગવાન વિષ્‍ણુ એટલે કે ભગવાન નારાયણ પાસે ગયો અને ભગવાન નારાયણે કહ્યું કે, ‘તારો દેવતા હું છું.' એટલા માટે આ માસના દેવતા સ્‍વયં ભગવાન વિષ્‍ણુ, ભગવાન નારાયણ છે. આ કારણે તેનું વિશેષ મહત્‍વ વધી ગયું છે. પુરાણોમાં સ્‍થળ અને સમયનું મહત્‍વ સમજાવવા માટે અનેક પ્રકારની કથાઓ આપવામાં આવી છે. જેવી રીતે દિવસની શરૂઆતમાં બ્રહ્મ મુહૂર્ત ભગવાનના ભજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, સંધ્‍યા સમય પણ ભગવાનના સ્‍મરણ અને સંધ્‍યાવંદન-પ્રાર્થના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં મંદિરોમાં આરતી થાય છે અને આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ; તેવી જ રીતે ગ્રહણ વગેરે સમયનું પણ વિશેષ મહત્‍વ છે. અને આ તો સંપૂર્ણ માસ જ પવિત્ર પુરૂષોત્તમ માસનું મહત્‍વ ધરાવે છે, એટલા માટે જ આને પુરુષોત્તમ માસ કહે છે. આ માસ નારાયણ સ્‍વરૂપ છે, તેથી ભગવાન વિષ્‍ણુની પૂજા-અર્ચના આ વખતે ૧૭ મેથી શરૂ થઈ રહી છે. આ ઉનાળાના દિવસો છે. વૈશાખ માસને પણ માધવ માસ કહેવામાં આવે છે. ઉનાળાના દિવસોમાં ભગવાન વિષ્‍ણુને જળમાં રાખીને ભગવાનની પૂજા કરવી અને શાલિગ્રામની પૂજા કરવી, તેનું વિશેષ મહત્‍વ છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્‍ણુ, ભગવાન નારાયણની પૂજા, વિષ્‍ણુસહષાનામ સ્‍તોત્ર દ્વારા નામાર્ચન (નામ લેતા લેતા પૂજા) કરીને સહષા (૧૦૦૦) તુલસીપત્ર અર્પણ કરવા, તુલસી પાસે અથવા ભગવાન વિષ્‍ણુ પાસે ઘીનો દીવા પ્રગટાવવો વગેરે બાબતોનું વિશેષ મહત્‍વ છે. અન્‍ય સમયમાં આપણે જે પણ સત્‍કર્મ કરીએ છીએ અને જે ફળ મળે છે, તેના કરતાં અનેક ગણું વધારે ફળ પવિત્ર પુરુષોત્તમ માસમાં તે કાર્યનું બતાવવામાં આવ્‍યું છે. જેમ ગ્રહણમાં કરવામાં આવેલા પુણ્‍યકાર્ય, સાધના અને જપનું વિશેષ ફળ જણાવ્‍યું છે; તેવી જ રીતે ‘અધિકસ્‍ય અધિકં ફલમ' (અધિકનું અધિક ફળ) એટલે કે આ અધિક માસ છે, તેમાં જે પણ સત્‍કર્મ કરવામાં આવે, પછી તે જપ હોય, પાઠ હોય, દાન હોય કે પૂજા હોય, તેનું ઘણું વધારે ફળ પ્રાપ્ત થાય છે. આપણે સૌ આ પવિત્ર પુરુષોત્તમ માસમાં બની શકે એટલું, આપણા રોજના નિત્‍ય નિયમ કરતાં થોડુંક વધારે સત્‍કર્મ આ અધિક માસમાં કરીશું અને કરાવીશું. જપ વગેરે જાતે જેટલા વધારે કરીએ એટલું સારું છે. દાન પુણ્‍ય આપણે કરતા રહીએ. પાઠ વગેરે આપણે વિદ્વાન બ્રાહ્મ ણ દ્વારા પણ કરાવી શકીએ છીએ. નિત્‍ય પૂજા વગેરે આપણે જાતે પણ કરી શકીએ છીએ અને વિદ્વાન બ્રાહ્મ ણો દ્વારા પણ સંપન્ન કરાવી શકીએ છીએ. પરંતુ પવિત્ર પુરુષોત્તમ માસ એક મોટો અવસર છે, તેમાં આપણે ભગવાન નારાયણની આરાધનામાં લીન થઈએ. ભગવાન શ્રીહરિની કળપા આપ સૌ પર બનેલી રહે, વરસતી રહે અને વધુ ને વધુ થતી રહે, એવી જ ભગવાન શ્રીહરિના ચરણોમાં આપ સૌના માટે પ્રાર્થના. પવિત્ર પુરુષોત્તમ માસના પ્રારંભે શ્રીહરિ મંદિરમાં પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્‍યમાં શ્રીહરિ મંદિરના મુખ્‍યાજી અને સેવક ઋષિઓ દ્વારા શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનની વિવિધ પૂજા અને અનુષ્ઠાન સેવાઓનો પ્રારંભ થયો હતો. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીહરિ મંદિરમાં પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનના સાન્નિધ્‍યમાં શાષાોક્‍ત વિધિવત્‌ શાલિગ્રામ ભગવાનનું પૂજન કરવામાં આવ્‍યું

 અને એ સાથે જે-જે મનોરથી દ્વારા શાલિગ્રામ પૂજાની સેવા તથા અનુષ્ઠાત્‍મક સેવાઓ આપવામાં આવી છે એ મનોરથીના પ્રતિનિધિ રૂપ ઋષિકુમારો દ્વારા પૂજા, અનુષ્ઠાન, તેમજ પારાયણનો વિધિવત્‌ પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. શ્રી તા.૧૭મી મે થી ૧૫મી જુન સુધી પુરુષોત્તમમાસ નિમિત્તની વિવિધ સેવાઓ શ્રીહરિ મંદિરમાં સંપન્ન થશે તથા ભગવાન શ્રીલક્ષ્મી નારાયણના દિવ્‍ય શળંગાર દર્શનનો પણ ભાવિકો લ્‍હાવો લઇ શકશે.(તસ્‍વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)

(10:51 AM IST)