<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

જામનગર-ખંભાળિયા હાઇવે પર ગૌશાળામાં શર્મનાક ઘટના : ગાય સાથે અધમ કૃત્ય કરતા 45 વર્ષના મજૂરને પડાણા પોલીસે દબોચ્યો

ગૌશાળાના CCTV ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થતા ભાંડો ફૂટ્યો : પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી*

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૮ : જામનગર-ખંભાળિયા હાઇવે ઉપર આવેલ જોગવડ ગામની એક ગૌશાળામાં માનવતાને શર્મસાર કરતી અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, જોગવડ ગામની ગૌશાળામાં કામ કરતા 45 વર્ષીય મજૂરે ગૌશાળામાં રહેલી ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય કર્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

 

ગૌશાળાના સંચાલકોને ગૌશાળામાં કંઈક અજુગતું થતું હોવાની શંકા જતા તેઓએ ગૌશાળામાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. CCTV ફૂટેજ જોતા જ સંચાલકોના હોશ ઉડી ગયા હતા અને સમગ્ર ઘટના સામે આવી હતી.

 

આ અંગે તાત્કાલિક પડાણા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા, પડાણા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી 45 વર્ષીય મજૂરની અટકાયત કરી છે.

 

પોલીસે આ મામલે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. CCTV ફૂટેજને પણ કબ્જે લેવામાં આવ્યું છે.

આ ઘૃણાસ્પદ ઘટનાને લઈને પંથકમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

(9:27 AM IST)