<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

શની- રવિ આકાશમાંથી મેઘરાજાની બહબહાટી બોલશે

મોરબી, સુરેન્‍દ્રનગર, રાજકોટ જીલ્લામાં મેઘાવી માહોલ જામ્‍યોઃ અમુક વિસ્‍તારોમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબકશેઃ ટંકારાના નાના ખીજડીયાના રમેશભાઇ બસિયાની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૨૪: રાજ્‍યમાં હવામાન પ્રણાલી (Weather Systems)માં થયેલા મહત્‍વના ફેરફારોને પગલે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના વિવિધ વિસ્‍તારોમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધુ રહેશે ખાસ કરીને સૌરાષ્‍ટ્રના મોરબી, સુરેન્‍દ્રનગર અને રાજકોટ જિલ્લામાં  ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમુક વિસ્‍તારોમાં ૧૫૦ મિ.મી. (૬ ઈંચ) કે તેથી પણ વધુ વરસાદ ખાબકવાની પૂર્ણ સંભાવના છે.

હવામાન વિશ્‍લેષક રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)ના જણાવ્‍યા અનુસાર, હાલમાં એકસાથે અનેક હવામાન પરિબળો સક્રિય થયા છે. લો-પ્રેશર સિસ્‍ટમઃ રાજસ્‍થાનને અડીને આવેલા ગુજરાત અને મધ્‍યપ્રદેશની બોર્ડર પર હાલ એક લો-પ્રેશર સિસ્‍ટમ સક્રિય થયેલી છે. સિસ્‍ટમની ગતિઃ આ લો-પ્રેશર સિસ્‍ટમ અત્‍યંત ધીમી ગતિએ પヘમિ-ઉત્તર-પヘમિ દિશા તરફ આગળ વધી રહી છે.

ચોમાસુ ધરી (Monsoon Trough): ચોમાસાની મુખ્‍ય ધરી ઉત્તર ગુજરાતના ડીસા પરથી પસાર થઈ રહી છે. ઈસ્‍ટ-વેસ્‍ટ શિયર ઝોનઃ વાતાવરણમાં ઈસ્‍ટ-વેસ્‍ટ શિયર ઝોન પણ સંપૂર્ણ રીતે સક્રિય છે, જે વરસાદ માટે અનુકૂળ પરિસ્‍થિતિ નિર્માણ કરે છે.

સિસ્‍ટમના ટ્રેકમાં (માર્ગમાં) થોડો બદલાવ આવવાને કારણે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના જે વિસ્‍તારોમાં હજુ સુધી ઓછો વરસાદ નોંધાયો હતો, ત્‍યાં પણ હવે સારો અને રાહતરૂપ વરસાદ થવાની શકયતા છે.

મોરબી, સુરેન્‍દ્રનગર અને રાજકોટ જિલ્લાના નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્‍તારોમાં આગામી ૭૨ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શકયતાને પગલે સ્‍થાનિક રહીશો અને તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવે છે.

(10:37 AM IST)