<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

શાપુર જળ હોનારતઃ ૪૩ વર્ષ બાદ પણ ન ભૂલાય એવી ૨૨ જૂન ૧૯૮૩ની એ કાળી રાત

એક જ દિવસમાં ૭૦ ઇંચ વરસાદ પડતા ચાર નદી ગાંડીતૂર થઈ'તીઃ ૪૮ કલાક સુધી નળિયા-ઝાડ પર જીવન જીવતા રહયા લોકોઃ વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધી સહિત દેશના નેતાઓ દોડી આવ્‍યા'તાઃ ૭ દિવસમાં પુનઃવસવાટઃ સ્‍વ. સવજીભાઈ કોરાટની આગેવાનીમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના કાર્યકરો બન્‍યા સંજીવની

૨૦૦૭ની મિની હોનારતે યાદ અપાવ્‍યો ૧૯૮૩નો ખૌફ : ૨૦૦૭માં ડેમના દરવાજા અચાનક ખૂલતા ઓઝત નદીના પાણી ફરી શાપુરમાં ઘૂસ્‍યા. નીચાણવાળા વિસ્‍તારમાં કેડ સમા પાણી ભરાતા ૧૯૮૩ની યાદ તાજી થઈ ગઈ.  ૪૩ વર્ષ પછી પણ શાપુરની આ હોનારત આપણને શીખવે છે - જળ એ જીવન છે, પણ પ્રકળતિનો કોપ પ્રલય બની શકે. આપત્તિ વ્‍યવસ્‍થાપન અને નદી-ડેમના નિયમન પર હંમેશા તકેદારી જરૂરી છે. 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રર :.. આજે શાપુર જળ હોનારતને ૪૩ વર્ષ પૂર્ણ થયા. ૨૨ જૂન ૧૯૮૩ના રોજ સૌરાષ્‍ટ્રના શાપુર અને વંથલી વિસ્‍તારમાં એક જ દિવસમાં ૭૦ ઇંચ વરસાદથી સર્જાયેલો જળ પ્રલય આજે પણ વડીલોની આંખોમાં તાજો છે.

ઓઝત, કાળવો, ઉબેણ અને મધુવંતી નદીના પાણી જોતજોતામાં ગઢની રાંગથી ઉપર પહોંચી ગયા. શાપુર ગામ જળબંબાકાર બની ગયું. રેલ્‍વેના પાટા દાતણની ચીરની જેમ ઉખડી ગયા. વીજળીનો એક પણ થાંભલો ન બચ્‍યો. ટેલિફોન અને રસ્‍તા સંપૂર્ણ તૂટી ગયા.

લોકો સત બે દિવસ સુધી ઘરના છાપરા, નળિયા, ઝાડ અને થાંભલા પર બેસી રહ્યા. પીવાનું પાણી, અનાજ, દૂધ કશું ન મળ્‍યું. ૧૨૦૦થી વધુ માણસો અને બેસુમાર પશુઓ મોતને ભેટયા. લાકડા ભીના હોવાથી મળતદેહ પેટ્રોલ અને ટાયરથી સળગાવવા પડ્‍યા.

ચોથા દિવસે તત્‍કાલીન વડાઙ્ઘધાન ઇન્‍દિરા ગાંધી શાપુર પહોંચ્‍યા. તારાજી જોઈ અવાચક બની ગયા. મુખ્‍યમંત્રી બાબુભાઈ જ. પટેલ અને રાજ્‍યની આખી કેબિનેટે જૂનાગઢ સર્કિટ હાઉસમાંથી ફાનસ-મીણબત્તીના અજવાળે વહીવટ સંભાળ્‍યો. જિલ્લા કલેકટર મંજુલાબેન સુબ્રમણ્‍યમે ૭ દિવસમાં વ્‍યવસ્‍થા પૂર્વવત કરી હતી.

સ્‍વ. સવજીભાઈ કોરાટની આગેવાનીમાં ય્‍લ્‍લ્‍ના કાર્યકરોએ સડેલા પશુઓના મળતદેહ એકઠા કરી અંતિમવિધિ કરી. ગામમાં સાવરણા લઈને કાદવ-કિચડ સાફ કર્યું હતું.

(11:23 AM IST)