<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

જામનગરમાં વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા અંબિકા ગરબી મંડળ ખાતે શસ્‍ત્ર પૂજન

નવરાત્રીના પાવન અવસરે સંતો-મહંતો અને વિ.હિ.પ.ના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં શક્‍તિની ઉપાસના : સ્‍વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્‍વામી શ્રી ચતુર્ભુજ સ્‍વામીજી, શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરના મહંત ૧૦૮ શ્રી લક્ષ્મણદેવજી મહારાજ, વિશ્વ હિન્‍દુ પરિષદના જામનગર વિભાગ મંત્રી રમેશભાઈ તારપરા, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના ધીરુભાઈ કણસાગરા, સેવા ભારતીના ભાણજીભાઈ પાંભર સહિતના ઉપસ્‍થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૧: જામનગરના ભોંયવાડા વિસ્‍તારમાં આવેલ અંબિકા ગરબી મંડળ ખાતે વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા શષા પૂજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. નવરાત્રી દરમિયાન મા નવદુર્ગાની આરાધના સાથે ખાસ શષા પૂજન કરવામાં આવ્‍યું હતું.

આ શસ્‍ત્ર પૂજન પ્રસંગે સ્‍વામીનારાયણ સંઙ્ઘદાયના કોઠારી સ્‍વામી શ્રી ચતુર્ભુજ સ્‍વામીજી, શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરના મહંત ૧૦૮ શ્રી લક્ષ્મણદેવજી મહારાજ, વિશ્વ હિન્‍દુ પરિષદના જામનગર વિભાગ મંત્રી રમેશભાઈ તારપરા, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના ધીરુભાઈ કણસાગરા, સેવા ભારતીના ભાણજીભાઈ પાંભર સહિતના સંતો-મહંતો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ ઉપરાંત વિ.હિ.પ. જામનગરના અધ્‍યક્ષ વિજયભાઈ બાબરીયા, ઉપાધ્‍યક્ષ હેમંતસિંહ જાડેજા, મંત્રી રસિકભાઈ અમરેલીયા, સહમંત્રી વિજયભાઈ વોરા, સેવા વિભાગના પ્રમુખ કિંજલભાઈ કારસરીયા, સૌરાષ્‍ટ્ર પ્રાંત વિધિ પ્રકોષ્ટના ધર્મેશભાઈ ગોંડલીયા, બજરંગદળ સહ સંયોજક મિહિર ચીખલિયા, મહિલા વિભાગ માતળશક્‍તિના સૌરાષ્‍ટ્ર પ્રાંત ટોળી સદસ્‍ય હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહિની પ્રાંત ટોળીના કળપાબેન લાલ, જામનગર માતળશક્‍તિના સંયોજિકા વર્ષાબેન નંદા, સહ સંયોજિકા ભાવનાબેન ગઢવી, સત્‍સંગ પ્રમુખ પ્રફુલ્લાબેન અગ્રાવત સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહી શષા પૂજન કર્યું હતું.

(10:48 AM IST)