તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
જસદણના શિવરાજપુર ગામે ત્રણ દિવસ પહેલાં ખેતીકામ દરમિયાન વીજ કરંટ લાગતા હિમત આસોદરિયાનું મોત
પરિવારના આધારસ્તંભ સમાન યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું:છ વર્ષ પહેલાં જ મૃતકની પત્નીનું પણ મોત થયું હતું. હવે પિતાની છત્રછાયા ગુમાવતા બંને બાળકો નોંધારા બન્યા

રાજકોટના જસદણ તાલુકાના શિવરાજપુર ગામે ત્રણ દિવસ પહેલાં ખેતીકામ દરમિયાન વીજ કરંટ લાગતા હિમત આસોદરિયાનું મોત નીપજ્યું હતું. પરિવારના આધારસ્તંભ સમાન યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહત્વનું છે કે છ વર્ષ પહેલાં જ મૃતકની પત્નીનું પણ મોત થયું હતું. હવે પિતાની છત્રછાયા ગુમાવતા બંને બાળકો નોંધારા બન્યા છે. બીજી તરફ, હિમતને બચાવવા જતાં તેમના પિતા અને બનેવી પણ ગંભીર રીતે દાઝ્યા હતા. બંને હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પરિવારજનોએ વીડિયો વાયરલ કરી પોતાની વ્યથા ઠાલવી છે. સાથે જ વીજ દુર્ઘટનાની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
