News of Saturday, 19th September 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા યથાવતઃ દસાડામાં ૧ ઇંચ વરસાદ
વાદળા છવાઇ છે પરંતુ જોઇએ એટલો વરસાદ વરસતો ન હોવાથી ખેડૂતો સહિત સૌ ચિંતિત

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઝાપટા યથાવત છે. આજે સુરેન્દ્રનગરના દસાડામાં ૧ ઇંચ વરસાદ પડયો હતો. દરરોજ વાદળા છવાઇ છે.પરંતુ જોઇએ એટલો વરસાદ ન પડતા ખેડૂતો સહિત સૌ કોઇ ચિંતા કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દસાડામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે મુળી, ધ્રાંગધ્રા, લખતર, ચોટીલા અને થાનગઢમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ઙ્કસરી ગઈ હતી.ધ્રાંગધ્રા પંથકમાં ચાર દિવસના વિરામ પછી ફરી વરસાદ શરૂ થયો છે. ગત મોડી રાતથી ધ્રાંગધ્રા વિસ્તારમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
મોડી રાત્રે ધ્રાંગધ્રા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ધ્રાંગધ્રા તાલુકાના વાવડી, જેગડવા, રાજગઢ અને સોલડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. લાંબા સમય પછી વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશી અને રાહત જોવા મળી રહી છે.
જામનગર
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકામાં છેલ્લા ર૪ કલાકમાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો હતો.
અમરેલી
અમરેલી જીલ્લાના સાવરકુંડલા અને ખાંભામાં દોઢ ઇચ, ધારીમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે બાબરા, લીલીયા, અમરેલી, બગસરા, જાફરાબાદ, રાજુલામાં ઝાપટા વરસ્યા છે.
જુનાગઢ જીલ્લાના મેંદરડામાં દોઢ ઇચ વરસાદ પડયો છે જયારે વંથલી, જુનાગઢ, ભેંસાણ, વિસાવદર, કેશોદ, માંગરોળ, માળીયા હાટીનામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો છે.
ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડામાં સવા ૩ ઇંચ જયારે ઉનામાં દોઢ અને કોડીનારમાં ૧ તથા તાલાલામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
