તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
આ સપ્તાહમાં પણ સાર્વત્રિકના બદલે ઝાપટા યથાવત રહેશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૦: સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂન માસ વિતી ચૂકયો પણ વરસાદ ઓછો પડયો. જુલાઈના અંતિમ દસકામાં તેમજ ચોમાસાના ધોરી માસ ગણાતા, ચાલી રહેલા અષાઢમાં વરસાદ જમાવટ લેશે તેવી આશા સહુ કોઈ રાખી રહયા છે. જો કે પાડોશી રાજયો મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ આ ચાલી રહેલા જુલાઈના અંતિમ દસકામાં ભારે - અતિભારે વરસાદના સંકેતો આઈ એમ ડીના ટેન ડેઝ ફોસ્કાસ્ટ મોડેલ મેપ્સમાં જોવા મળે છે. ઉતર-પૂર્વ અને દ.ગુજરાત અર્થાત ગુજરાત રીઝનમાં સારો વરસાદ રહેશે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી સપ્તાહ દરમ્યાન હાલ ચાલી રહયો છે એવો જ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના જોવા મળે છે. ભારેથી અતિભારે કે સાર્વત્રિક વરસાદની કોઈ સંભાવના મોડેલ મેપ્સ ફંફોળ્યે પણ જોવા મળતી નથી.
બંગાળની ખાડીથી ઉદભવીને પヘમિ તરફ ગતિમાન લોપ્રેશર સિસ્ટમ પણ મધ્ય પ્રદેશ - રાજસ્થાન પર મહેરબાન રહેશે ગુજરાતને તેનો કોઈ ખાસ લાભ નહી મળે. સ્કાયમેટના મહેશ પલાવત કહે છે કે ગુજરાત અર્થાત સૌરાષ્ટ્રના તટીક્ષ વિસ્તારો અને દ.ગુજરાતમાં વરસાદની એકિટવિટી થોડી વધશે. ગુજરાત રીઝન માટે આગામી બે-ત્રણ દિવસે યલો એલર્ટ જોવા મળે છે. પણ સૌરાષ્ટ્ર-કચ્છ એલર્ટ વિહોણા છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
