તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
શ્રાવણ માસ પૂર્ણઃ ભાદરવી અમાસે દામોદર કુંડ, પ્રભાસપાટણ સહિતના તીર્થોમાં પિતૃતર્પણ
વહેલી સવારથી જ હજારો ભાવિકો દ્વારા શાસ્ત્રોક્ત તર્પણ કર્યું, પિતૃદોષ નિવારણ માટે ભાદરવા માસને ઉત્તમ માનવામાં આવે છેઃ કાલથી ભાદરવા મહિનાનો પ્રારંભ

જુનાગઢ ભાદરવી અમાસ નિમીતે પિતૃતર્પણ માટે ભાવિકો ઉમટી પડયા : જુનાગઢઃ પવિત્ર દામોદરકુંડ ખાતે આજે વહેલી સવારથી ભાદરવી અમાસ નિમિતે પિતૃતર્પણ માટે ભાવિકો ઉમટી પડયા હતા. દામોદરકુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડી પિતૃદેવને ભાવપૂર્વકવંદના કરી હતી. જે તસ્વીરોમાં નજરે પડે છે. માનવ મહેરામણ ઉમટી પડતા એસપી સુબોધ ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.કે. હુંબલ, ટ્રાફિક શાખાના પીએસઆઇ એસ.એન. જાડેજા પી.કે. ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ ટ્રાફિક સમસ્યા ન થાય અને લોકો શાંતિથી તર્પણ કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા જાળવી હતી. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)
રાજકોટ તા.૧૧: શિવ આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ આજે પૂનમ સાથે પૂર્ણ થયો છે અને કાલથી ભાદરવા માસનો પ્રારંભ થશે. શ્રાવણ પૂર્ણ થતાની સાથે જ હિન્દુ ધર્મમાં પિતળ તર્પણ, શ્રાદ્ધ અને દાન-પુણ્યનું વિશેષ મહત્વ વધી જાય છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના મુખ્ય પિતળ તીર્થ સ્થળો જૂનાગઢના દામોદર કુંડ, ગિરનાર તળેટી, સોમનાથ નજીક પ્રભાસ પાટણના ત્રિવેણી સંગમ, ભાલકા તીર્થ અને મૂળ દ્વારકા ખાતે પિતળ તર્પણ માટે ભારે ભીડ જોવા મળી હતી.
દામોદર કુંડ-જૂનાગઢમા ભગવાન શ્રીકળષ્ણએ પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હોવાની કથા છે. અહીં તાાન કરીને પિતળ તર્પણ કરવાથી ૨૧ પેઢીના પિતળઓ તળપ્ત થાય છે તેવી શાષાોક્ત માન્યતા છે.ત્રિવેણી સંગમ, પ્રભાસ પાટણમા હિરણ, કપિલા અને સરસ્વતી એમ ત્રણ નદીઓના સંગમ પર તર્પણ કરવાથી પિતળઓને સીધી મુક્તિ મળે છે.
વહેલી સવારથી જ ભાવિકો કુંડમાં તાાન કરી, સફેદ વષાો ધારણ કરી પંડિતો પાસે પૂજન કરાવી રહ્યા હતા. કાળા તલ, જવ, કુશા, ગંગાજળ અને દૂધ મિશ્રિત જળથી ‘‘ઓમ પિતળભ્યઃ નમઃ'' મંત્ર સાથે ત્રણ અંજલિ આપી પિતળઓને યાદ કરવામાં આવ્યા હતા.
જ્યોતિષાચાર્યોના મતે ભાદરવા માસના કળષ્ણ પક્ષમાં પિતળઓ પળથ્વી લોક પર પોતાના પરિવાર પાસે આવે છે. આ સમયે કરેલું તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન પિતળઓને સીધું પહોંચે છે. જે પરિવારમાં પિતળદોષ હોય, સંતાન સુખમાં વિલંબ હોય કે અવારનવાર અવરોધ આવતો હોય તેવા લોકો માટે આ સમયગાળામાં તર્પણ કરવું અત્યંત લાભદાયી માનવામાં આવે છે
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
