<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

વિસાવદરનાં રઘુવંશી વિદ્યાર્થી શ્રેય હિતેશકુમાર સોઢા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરિક્ષામાં ઉત્તિર્ણ

ગ્રુપ:-૧મા ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ-૦૬૨, એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ-૦૪૬, એડવાન્સ્ડ ઓડિટિંગ, ખાતરી અને વ્યાવસાયિક નીતિશાસ્ત્ર-૦૪૬ મળી કુલ: ૧૫૪ ગુણ મેળવેલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલ સી.એ.ની પરિક્ષામાં વિસાવદરનાં રઘુવંશી વિદ્યાર્થી શ્રેય હિતેશભાઈ સોઢાએ સારા ગુણાંક સાથે ઉત્તિર્ણ થઈ લોહાણા સમાજનુ ગૌરવ વધારેલ છે. તેમણે ગ્રુપ:-૧મા ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ-૦૬૨, એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ-૦૪૬, એડવાન્સ્ડ ઓડિટિંગ, ખાતરી અને વ્યાવસાયિક નીતિશાસ્ત્ર-૦૪૬ મળી કુલ: ૧૫૪ ગુણ મેળવેલ છે. જ્યારે ગ્રુપ:૨માં ડાયરેક્ટ ટેક્સ કાયદા અને આંતરરાષ્ટ્રીય કરવેરા: ૦૭૧, પરોક્ષ કર કાયદા: ૦૪૯, સંકલિત બિઝનેસ સોલ્યુશન્સ (સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ સાથે બહુવિધ શિસ્ત કેસ સ્ટડી): ૦૪૭ મળી કુલ ૧૬૭ ગુણ મેળવી ટોટલ ૩૨૧ ગુણાંક સાથે સી.એ.ની પરિક્ષામાં પાસ જાહેર કરવામાં આવેલ છે.

(10:29 PM IST)