તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
દિવાળી પર્વે રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત શ્રી બાલાજી હનુમાનજીદાદાને વિવિધ મિષ્ટાન્ન-ફરસાણનો ભવ્ય અન્નકૂટ : મનમોહક દર્શન કરીને ભક્તો ભાવવિભોર
શ્રી બાલાજી હનુમાનજીદાદાના દરબારમાં રંગબેરંગી પુષ્પોની નયનરમ્ય કમાન અને 'Happy Diwali'ના દિવ્ય શણગાર વચ્ચે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ, ફરસાણથી સુશોભિત ભવ્ય અન્નકૂટ અર્પણ

રાજકોટ તા.૯ લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુઃખહર્તા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) દીપોત્સવી પર્વ નિમિત્તે ભક્તિ અને આનંદનો અનેરો માહોલ સર્જાયો હતો.
પાવન પર્વે શ્રી બાલાજી હનુમાનજીદાદાના દરબારમાં રંગબેરંગી પુષ્પોની નયનરમ્ય કમાન અને 'Happy Diwali' ના દિવ્ય શણગાર વચ્ચે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ, સુકામેવા, લાડુ, પેંડા અને ફરસાણથી સુશોભિત ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
સોનેરી સિંહાસન સમક્ષ સજાવેલા આ વિશાળ અન્નકૂટ અને શ્રી બાલાજી હનુમાનજીદાદાના તેજસ્વી સ્વરૂપના દર્શન કરીને હજારો ભાવિક ભક્તોએ પરમ ધન્યતાની અનુભૂતિ કરી હતી. આ મંગલમય આયોજન મંદિરના આયોજક મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નિશ્રા અને માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
