<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

રાજભવનમાં યોજાયેલી પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ભાવનગર જિલ્લાના ઉમરાળાના સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ હેજમ જોડાયા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યના પસંદગીના સરપંચો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ

ઉમરાળાના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને 'સરપંચ સહભાગિતા સન્માન પત્ર' એનાયત કરાયું : સરપંચના નેતૃત્વ હેઠળ ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામજનોના સહયોગથી ગામમાં નમૂનેદાર વિકાસના વિવિધ આયામો સફળતાપૂર્વક અમલમાં

(માહિતી બ્યુરો)ભાવનગર તા.૩  : રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે આધુનિક સંચાર પ્રણાલી (એ.આઈ.) ના માધ્યમથી રાજ્યના પસંદગીના સરપંચો સાથે પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ કાર્યશાળા અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં ભાવનગર જિલ્લાના ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ એ સહભાગી બની જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો હતો.

ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં પંચાયતીરાજ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે ગ્રામ પંચાયત દ્વારા અનેક લોકોપયોગી અને વિકાસલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. સરપંચ  ધર્મેન્દ્રભાઈ હેજમના નેતૃત્વ હેઠળ ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામજનોના સહયોગથી ગામમાં નમૂનેદાર વિકાસના વિવિધ આયામો સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.

રાજભવન ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, અગ્રણી  ઈભા પટેલ તેમજ સાંસદ, ધારાસભ્યશ્રીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાજ્યના પસંદ થયેલા સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉમરાળાના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમને 'સરપંચ સહભાગિતા સન્માન પત્ર' એનાયત કરવામાં આવ્યું હતું.

આધુનિક સંચાર પ્રણાલી (એ.આઈ.)ના ઉપયોગથી આયોજિત આ પ્રાકૃતિક ખેતી સંવાદમાં રાજ્યના વિવિધ વિસ્તારોના સરપંચોએ ભાગ લીધો હતો. કાર્યશાળા દરમિયાન પ્રાકૃતિક ખેતીના લાભો, તેના વ્યાપક અમલીકરણ તેમજ ગ્રામ્ય સ્તરે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અંગે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.

(4:30 PM IST)