તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
મોરબી જિલ્લાના ચરાડવામાં શ્રી મહાકાળી આશ્રમે પૂ. દયાનંદગિરીજી મહારાજની સ્મૃતિમાં કાલે સવારે ધૂન
પૂ. અમરગીરી મહારાજના સાનિધ્યમાં કાલે ગુરુવારે સવારે 8 થી 12 સુધી શ્રી મહાકાળી આશ્રમ ખાતે આયોજન : પ્રસાદના દાતા ઈશ્વરભાઈ સોનગ્રા

રાજકોટ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામમાં શ્રી મહાકાળી આશ્રમ ખાતે સમસ્ત ચરાડવા ગામ ધૂન મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પરમ પૂજ્ય સંત શ્રી દયાનંદગિરીજી મહારાજની સ્મૃતિમાં પૂ. અમરગીરી મહારાજના સાનિધ્યમાં આગામી તા. 22/10/2026ને ગુરુવારના રોજ સુદ અગિયારસના પવિત્ર દિવસે ધૂન રાખવામાં આવી છે.
આ ધૂનનો સમય સવારે 8:00 થી બપોરે 12:00 વાગ્યા સુધીનો રહેશે. કાર્યક્રમ શ્રી મહાકાળી આશ્રમ, ચરાડવા ખાતે યોજાશે.આ ધૂનના પ્રસાદના દાતા તરીકે ઈશ્વરભાઈ મોહનભાઈ સોનગ્રા રહેશે.
સમસ્ત ચરાડવા ગામ ધૂન મંડળ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિસભર ધૂનમાં સહભાગી થવા અને ધૂનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
