તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 15th May 2026
રાજુલા ખાતે શ્રી મહાત્મા ગાંધી આરોગ્યમંદિર, નિઃશુલ્ક હોસ્પિટલનું પૂજ્ય મોરારિબાપુના હસ્તે શુભ લોકાર્પર્ણં

રાજકોટ : શ્રી રામકળષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત રાજુલા સ્થિત શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલનું પૂજ્ય મોરારિબાપુના હસ્તે લોકાર્પણ કરાયુ હતું. રાજુલા સ્થિત આ આરોગ્ય મંદિર ૨૨ કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ પામેલ છે અને આધુનિક ઓપરેશન થિયેટર અને તમામ અદ્યતન મેડિકલ સાધનોથી સુસજ્જ છે. પૂ.બાપુએ સમગ્ર હોસ્પિટલના દરેક ડિપાર્ટમેંટની મુલાકાત લીધા બાદ ખૂબ સંતોષ અને રાજીપો વ્યક્ત કર્યો હતો. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન (સાવરકુંડલા)ની ટીમ સુવ્યવસ્થિતપણે આ હોસ્પિટલનું પણ અત્યંત કુશળ રીતે સંચાલન કરશે, તેવો વિશ્વાસ પણ બાપુએ વ્યક્ત કર્યો. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલના લાભાર્થે ત્રણ દિગ્ગજ કલાકારો - માયાભાઇ આહિર, સાઇરામભાઇ દવે અને કીર્તિદાનભાઈ ગઢવી એક મંચ પર આવી સમગ્ર યુરોપ અને અમેરિકામાં વિવિધ કાર્યક્રમો કરશે અને ત્યાંથી જે દાનની રકમ મળશે તે આ હોસ્પિટલને અર્પણ કરશે. તેવો ભાવ અહીં વ્યકત થયો હતો.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
