<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ગોંડલના શ્રી રામજી મંદિર ધનતેરસે સત્‍યનારાયણ કથા અને મહાલક્ષ્મી પૂજનથી ગુંજ્‍યુ

ધનતેરસ પર્વે ભાવિકોએ સત્‍યનારાયણ કથા સાંભળી મહાલક્ષ્મી માતાના કર્યા દર્શન, ધન-ધાન્‍ય અને સમૃદ્ધિની કરી પ્રાર્થના

ગોંડલ તા.૧૬: ગોંડલના શ્રી રામજી મંદિરે ધનતેરસ પર્વ નિમિત્તે સત્‍યનારાયણ કથા અને મહાલક્ષ્મી પૂજનનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. ધનતેરસના પવિત્ર દિવસે વહેલી સવારથી જ મંદિરમાં ભાવિકોનો પ્રવાહ જોવા મળ્‍યો હતો. મંદિરને ફૂલો અને આસોપાલવના તોરણોથી શણગારવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે  વિધિવત રીતે ભગવાન સત્‍યનારાયણની કથા વંચાવવામાં આવી હતી. કથા દરમિયાન ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક કથા સાંભળી હતી અને ભગવાન સત્‍યનારાયણની આરતી કરી હતી. કથા બાદ મહાલક્ષ્મી માતાનું વિશેષ પૂજન કરવામાં આવ્‍યું હતું, જેમાં ભાવિકોએ માતા લક્ષ્મીજીને કમળ, પુષ્‍પો, શ્રીફળ, પંચામળત અને નૈવેદ્ય અર્પણ કરી ધન, ધાન્‍ય, સુખ, શાંતિ અને સમળદ્ધિની પ્રાર્થના કરી હતી.

ધનતેરસ એટલે ધનની ત્રયોદશી, આ દિવસે ભગવાન ધનવંતરી અને માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્‍વ છે. ગોંડલના શ્રી રામજી મંદિરે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ભાવિકોએ ભાગ લઈ ધન્‍યતા અનુભવી હતી. અંતે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.(તસવીરઃભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:40 AM IST)