તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
'સ્વચ્છતા હી સેવા - 2026' અભિયાન અંતર્ગત જામનગરની શ્રી વિભાજી હાઈસ્કૂલ ખાતે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા : વિદ્યાર્થીઓની વિશાળ જનજાગૃતિ રેલી નીકળી
શાળા પરિવાર અને કસ્ટમ વિભાગ જામનગરના સંયુક્ત ઉપક્રમે 'સ્વચ્છ પાઠશાળા' થીમ હેઠળ વક્તૃત્વ-લેખન સ્પર્ધા, સફાઈ ઝુંબેશ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯ : ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ 'સ્વચ્છતા હી સેવા - 2026' અભિયાન અન્વયે જામનગરની શ્રી વિભાજી હાઈસ્કૂલ ખાતે સ્વચ્છતા અંગેના વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને જનજાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા માટે સામૂહિક જવાબદારી અને જનભાગીદારીને મજબૂત બનાવવા, વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સક્રિય સહભાગિતા વધારવા તથા નવા 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026' અંગે વ્યાપક જાગૃતિ કેળવવાના મુખ્ય હેતુ સાથે આ અભિયાન હાથ ધરાયું હતું.
આ અંતર્ગત શાળા ખાતે 'સ્વચ્છતા માટે જાગૃતિ અને પ્રવૃત્તિ' નું વિશેષ આયોજન થયું હતું, જેમાં શાળાના આચાર્યશ્રી સહિત સમસ્ત શિક્ષકગણ અને કર્મચારીઓએ જાતે સફાઈ કામગીરી હાથ ધરીને વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉજવણીના ભાગરૂપે કસ્ટમ વિભાગ જામનગરના સહયોગથી 'સ્વચ્છ પાઠશાળા' થીમ આધારિત વક્તૃત્વ અને લેખન સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું, જેમાં શાળાના તમામ બાળકોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધા બાદ શાળાના આચાર્ય, શિક્ષકગણ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કસ્ટમ વિભાગના અધિકારીઓના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી. સ્વચ્છતાનો સંદેશો ઘેર પહોંચે તે હેતુથી યોજાયેલી આ રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા બોલાયેલા સ્વચ્છતાના વિવિધ નારાઓથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ જીવંત બની ગયું હતું.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
