તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 11th September 2026
ગોંડલના લીલાખા ગામે ૧૭મીથી સમસ્ત સુરૂ પરિવારના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત કથા
ઇશ્વરચંદ્ર વ્યાસ (જુનાગઢ) કથાનું રસપાન કરાવશે : સંતો-મહંતોની ઉપસ્થિતિ

રાજકોટ : ગોંડલ તાલુકાના લીલાખા ગામે તા. ૧૭ થી ર૩ સુધી પ.પૂ. બ્રહ્મલીન નારાયણનંદ સરસ્વતીના અધ્યક્ષ સ્થાને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન સમસ્ત સુરૂ પરિવારના પાંચેય ગામ પિતૃ મોક્ષાર્થે આયોજીત થયેલ છે.
વ્યાસપીઠ પર પૂ. ભાગવતાચાર્ય શ્રી ઇશ્વરચંદ્ર વ્યાસજી (જુનાગઢ) કથામૃતનું રસપાન કરાવશે. સુરૂ પરિવારના પિતૃ મોક્ષાર્થે ભાગવત કથાનો વિચાર લીલાખાના વતની હરદાનભાઇ નાજભાઇ સુરૂએ સાજણશી સુરૂ પરિવારમાં વહેતો મુકતા - તમામ સુરૂ પરિવારોએ પ.પૂ. બ્રહ્મલીન શ્રી નારાયણનંદ સરસ્વતીના અધ્યક્ષ સ્થાને ભાગવત કથાનું આયોજન નક્કી થયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરદાનભાઇ નાજભાઇ સુરૂના હસ્તે ચારણ સમાજને ઉપયોગી કાર્યો - ધાર્મિક કાર્યો સંપન્ન થયેલ છે. લીલાખાના સ્વ. કનુભાઇ બેચરભાઇ સુરૂના પુત્ર નાનભા સુરૂ, પ્રભુદાન સુરૂ, હમીરદાન સુરૂ સહિત સુરૂ પરિવારના યુવાનો લીલાખાના યુવાનો ભાગવત કથા માટે તડામાર તૈયારી કરી રહ્યા છે. ભાગવત કથામાં (૧) સોનલધામ મઢડા - ગીરીશ આપા (ર) કાળીયાર રાજકોટ - પાલુભગત (૩) સોનલધામ કણેરી - નરહરદાનભાઇ (૪) વાછરાદાદા મંદિર છત્રાવા - રણજીતઆતા (પ) મા અન્નપૂર્ણા આશ્રમ રાણા કંડોરણા - ભરતદાન (૬) મા રૂપલ ધામ રામપરા - જીણાભાઇ ગઢવી (૭) મા નાગલધામ મોણીયા - ગૌરાંગદાનભાઇ (૮) પીઠડ ધામ - પાટરામા - રાણાભાઇ (૯) સેણલ આઇ - ધારી ગુંદાળી - કાનબાપુ (૧૦) રવેચી મંદિર રાજપરા (વીસાવદર) હેમુભાઇ (૧૧) લીલાખાના ચાર મઢવાળી માનો મઢ - ભૂવા દેવા આતા સાવધરીયા ઉપસ્થિત રહેશે, તેમ કુરજીભાઇની યાદી જણાવે છે
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
