<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

કાલથી બિલખાના ચેલૈયાધામમાં શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહનો પ્રારંભ

શાસ્‍ત્રી શ્રી ડો.જગતભાઇ તેરૈયા સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશેઃ પુ.રામ સ્‍વરૂપદાસબાપુના સાનિધ્‍યમાં ભવ્‍ય પોથીયાત્રા ભાવિક જોડાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૧૩: જૂનાગઢ નજીક આવેલ બિલખાના પ્રાચીન ઇતિહાસ ધરાવતા ચેલૈયાધામમાં તા.૧૪ને શનિવારથી તા.૨૦ને શુક્રવાર સુધી શ્રી મદ્‌ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન  શ્રીશ્રી ૧૦૦૮ શ્રી મહંત રામ સ્‍વરૂપદાસજી બાપુના સાનિધ્‍યમાં કરાયુ છે.

જેમાં દરરોજ સવારે ૯થી૧૨ અને બપોરે ૩તછ૬ શાસ્‍ત્રીડો. જગતભાઇ તેરૈયા (રાજકોટ)પોતાની આગવી શૈલીમાં સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશે.

શનિવારે બપોરે ભવ્‍ય પોથી યાત્રા યોજાશે અને ૫ વાગ્‍યે કથા માહત્‍મય સાથે કથાનો પ્રારંભ શાસ્‍ત્રીજી કરાવશે સા.વા શ્રી ખેતમદાસજીબાપુ સા.વા. શ્રી શીતલ દાસજી બાપુના દિવ્‍ય આશિવાર્દ તેમજ પ.પુ.મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮શ્રી મહંત રામદયાલદાસજી બાપુની પાવન ઉપસ્‍થિતિ માં ભાગવત સપ્‍તાહના મુખ્‍ય દાતા શ્રી ઓ સ્‍વ નાનજીબાપાના આત્‍મના મોક્ષાર્થે  ભીમજીભાઇ મુળજીભાઇ મોવલીયા બિલખા તથા કમલેશભાઇ મેધજીભાઇ ગોધાણી રસિકભાઇ ગોરધનભાઇ રૂપાપરા મહેશ ભાઇ લાલજીભાઇ વેકરીયા સહિતના સહયોગથી આ કથા ભવ્‍ય અને દિવ્‍ય બનશે.

 આ કથા દરમ્‍યાન રવિવારે કપીલ પ્રાગટય સોમવારે નૃસિંહ જન્‍મ વામન પ્રાગટય મંગળવારે રામચંન્‍દ્ર પ્રાગટય કૃષ્‍ણ જન્‍મોત્‍સવ બુધવારે ગોવર્ધનલીલા ગુરૂવારે ઋક્ષ્મણીવિવાહ અને શુક્રવારે સુદામાચરિત્ર સુદામાચરિત્ર પરિષણ મોક્ષ સાથે બપોરે કથાની પુર્ણાહુતી થશે તો આ ભાગવત       સપ્‍તાહમાં ધર્મપ્રેમી જનતાને કથાશ્રાવણનો લાભ લેવા પુ. રામસ્‍વરૂપ જીવતદાસ બાપુ એ જાહેર નિમંત્રણ પાઠવ્‍યુ છે.

(11:10 AM IST)