<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

મોટી મોણપરીમાં રાદડીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

વ્યાસપીઠ પર શાસ્ત્રી નિર્મળદાદા ખંભોળીયા (જુની ચાવંડ વાળા) બિરાજીને દિવ્ય કથાનું રસપાન કરાવશે.

વિસાવદર તાલુકાનાં મોટી મોણપરી ગામે રાદડીયા પરિવાર દ્વારા સ્વ. હરીદાસ પ્રેમજીભાઈ રાઠડીયા (માજી સરપંચશ્રી)ની સ્મૃતિમાં અને પરિવારના પિતૃઓના કલ્યાણ અર્થે તારીખ ૧૮/૧૧/૨૦૨૬ થી ૨૪/૧૧/૨૦૨૬ (કાર્તક સુદ-૯ ને બુધવારથી કાર્તક સુદ-૧૫ને મંગળવાર) દરમિયાન ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.  
આ પવિત્ર જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પર શાસ્ત્રી નિર્મળદાદા ખંભોળીયા (જુની ચાવંડ વાળા) બિરાજીને દિવ્ય કથાનું રસપાન કરાવશે. કથાનો દૈનિક સમય સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી અને બપોરે ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે.  
કથા દરમિયાન ઉજવાનાર પાવન પ્રસંગો:
પોથી યાત્રા / કથા પ્રારંભ: તા. ૧૮/૧૧/૨૦૨૬ (બુધવાર) સવારે ૧૦:૦૦ કલાકે  
નૃસિંહ પ્રાગટ્ય: તા. ૨૦/૧૧/૨૦૨૬ (શુક્રવાર) સાંજે ૦૫:૦૦ કલાકે  
વામન પ્રાગટ્ય: તા. ૨૧/૧૧/૨૦૨૬ (શનિવાર) સવારે ૧૦:૦૦ કલાકે  
રામ પ્રાગટ્ય: તા. ૨૧/૧૧/૨૦૨૬ (શનિવાર) બપોરે ૧૧:૪૫ કલાકે  
કૃષ્ણ પ્રાગટ્ય: તા. ૨૧/૧૧/૨૦૨૬ (શનિવાર) સાંજે ૦૫:૦૦ કલાકે  
રૂક્ષ્મણી વિવાહ: તા. ૨૩/૧૧/૨૦૨૬ (સોમવાર) સાંજે ૦૫:૦૦ કલાકે  
સુદામા ચરિત્ર: તા. ૨૪/૧૧/૨૦૨૬ (મંગળવાર) સવારે ૧૦:૦૦ કલાકે  
કથા વિરામ: તા. ૨૪/૧૧/૨૦૨૬ (મંગળવાર) બપોરે ૧૨:૦૦ કલાકે  
કથા સ્થળ:
સરદાર ચોક, પટેલ સમાજ, મુ. મોટી મોણપરી, તા. વિસાવદર, જિ. જુનાગઢ.  
કથા શ્રવણનો ધર્મલાભ લેવા માટે રાદડીયા પરિવાર (નિમંત્રક: ફુલાભાઈ હરીભાઈ રાદડીયા અને પરિવાર) દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(10:59 PM IST)