તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પાસે સીદસર રોડ પર ગમખ્વાર અકસ્માત: એસ.ટી. બસ અને ટ્રાવેલ્સ બસ વચ્ચે ટક્કરમા વૃદ્ધાનું મોત : જુઓ વિડિયો
અકસ્માતમાં એસટી બસમાં મુસાફરી કરી રહેલા ૧૦થી ૧૨ લોકો ઈજાગ્રસ્ત: એસ.ટી.ના ડ્રાઈવરને ગંભીર ઈજા થતા પ્રથમ ઉપલેટા સારવાર બાદ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા

(ચંદ્રેશ હિરાણી દ્વારા)મોટી પાનેલી તા.૧૩ : પાનેલી પાસે સીદસર રોડ ઉપર ઇન્ડિયન હોટલ પાસે આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસ.ટી. બસ અને તુલસી ટ્રાવેલ્સની ખાનગી બસ વચ્ચે સામસામે ટક્કર થતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
આ અકસ્માતમાં પ્રાથમિક માહિતી અનુસાર ૮ થી ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ મળતી વધુ વિગતો મુજબ એક વૃધ્ધાનું મોત નિપજ્યું છે અને ૧૦થી ૧૨ લોકોને ઈજા પહોંચી છે.
તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એસ.ટી. બસના ડ્રાઈવરને વધુ ગંભીર ઈજા પહોંચતા ઉપલેટા હોસ્પિટલથી વધુ સારવાર અર્થે જુનાગઢ રીફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
