<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

સિદ્વિબાએ આર્યલેન્‍ડમાં ફ્રેન્‍ચ ભાષામાં વકતવ્‍ય આપી ઝાલાવાડનું ગૌરવ વધાર્યુ

લખતરના વણા ગામના મૂળ વતની

વઢવાણ, તા.૨૭: સમગ્ર રાજપૂત સમાજ સહિત ઝાલાવાડ પંથક માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. લખતર તાલુકાના વણા ગામના મૂળ વતની અને હાલ આયર્લેન્‍ડમાં વસવાટ કરતા જોરાવરસિંહ રાણાની દીકરી સિદ્ધિબા રાણાએ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સિદ્ધિ મેળવી છે.

૧૫ વર્ષના સિદ્ધિબા રાણાની આયર્લેન્‍ડની વિવિધ સ્‍કૂલોમાંથી ફ્રેન્‍ચ ભાષામાં વક્‍તવ્‍ય સ્‍પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.

આ સિદ્ધિના પરિણામે તેમને ફ્રાન્‍સના સ્‍ટ્રાસબર્ગ ખાતે આવેલી યુરોપિયન સંસદમાં વક્‍તવ્‍ય આપવાની તક મળી હતી. ખાસ વાત એ છે કે ફ્રાન્‍સ સરકાર દ્વારા તેમના ઙ્કવાસ સહિતનો સંપૂર્ણ ખર્ચ ભોગવી તેમને આ આંતરરાષ્‍ટ્રીય મંચ પર પોતાની સ્‍કૂલ તેમજ આયર્લેન્‍ડ દેશનું પ્રતિનિધિત્‍વ કરવાની તક આપવામાં આવી હતી.

વિદેશની ધરતી પર રહીને ફ્રેન્‍ચ ભાષામાં વક્‍તળત્‍વ કૌશલ્‍યના આધારે યુરોપિયન સંસદ જેવા આંતરરાષ્‍ટ્રીય મંચ સુધી પહોંચેલી સિદ્ધિબા રાણાની આ સિદ્ધિથી પરિવારજનો, વણા ગામ સહિત સમગ્ર ઝાલાવાડ પંથક અને રાજપૂત સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

 સિદ્ધિબાના દાદા વણા ખાતે પ્રાથમિક શાળામાં આચાર્ય હતા. તેઓ જિલુભા માસ્‍તર તરીકે ઓળખાતા. આથી આ વાક્‍ચાતુર્યના ગુણ સિદ્ધિબામાં ઉતર્યા હોવાનું માની શકાય.(૨૩.૮)

(10:29 AM IST)