<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

જુનાગઢમાં સિંધુ વેલ્‍ફેર ફાઉન્‍ડેશન દ્વારા સતત ૮મા વર્ષે ‘સિંધી રાસ ઉત્‍સવ'નું આયોજન

ઝાંઝરડા ચોકડી પાસે આવેલ નીલકંઠ ફાર્મ ખાતે જુનાગઢ, કેશોદ અને માણાવદરના સિંધી પરિવારો ઉત્‍સાહભેર રમશે ગરબા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: સિંધુ વેલ્‍ફેર ફાઉન્‍ડેશન દ્વારા ભવ્‍યાતિભવ્‍ય ‘સિંધી રાસ ઉત્‍સવ'નું આયોજન ઝાંઝરડા ચોકડી પાસે આવેલા નીલકંઠ ફાર્મ ખાતે રાખવામાં આવ્‍યું છે.

આ નવરાત્રી ઉત્‍સવની વિશેષતા એ છે કે તેમાં માત્ર જુનાગઢ શહેર જ નહીં, પરંતુ સમગ્ર જુનાગઢ જિલ્લાના કેશોદ, માણાવદર સહિતના આસપાસના વિસ્‍તારોમાંથી સમગ્ર સિંધી સમાજના પરિવારો મોટી સંખ્‍યામાં એકત્રિત થાય છે. માતાજીના ગરબા રમવા માટે બાળ-વળદ્ધો અને યુવાનો ઉત્‍સાહભેર ભાગ લે છે અને નવે-નવ દિવસ સાથે મળીને ભક્‍તિભાવપૂર્વક ઉત્‍સવ મનાવે છે.

સિંધુ વેલ્‍ફેર ફાઉન્‍ડેશનના પ્રમુખ સુનીલભાઈ નાવાણી તેમજ કિશોરભાઈ અજવાણી અને કમલેશભાઈ ધમાણી દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે, આ ઉત્‍સવનો મુખ્‍ય હેતુ સિંધી સમાજમાં એકતા, ભાઈચારો અને સાંસ્‍કળતિક મૂલ્‍યોને જીવંત રાખવાનો છે. નવ-નવ દિવસ સુધી સમગ્ર સિંધી પરિવારના સભ્‍યો એકસાથે મળીને જગતજનની અંબાની ભક્‍તિમાં લીન થઈ માતાજીના ગરબાની રમઝટ નીલકંઠ ફાર્મ, ઝાંઝરડા ચોકડી પાસે, જુનાગઢ ખાતે બોલાવે છે.

સંપ્રદાય અને સંસ્‍કળતિનો સંગમઃ પરંપરાગત ગરબા સાથે સિંધી સંસ્‍કળતિના વિશેષ રાસ અને લોકનળત્‍ય.

જિલ્લાભરના પરિવારોનું મિલનઃ જુનાગઢ, કેશોદ અને માણાવદરના સિંધી પરિવારોનું વિશાળ સ્‍તરે એકત્રીકરણ.

 નવે-નવ દિવસ ભક્‍તિમય વાતાવરણઃ દરરોજ માતાજીની મહાઆરતી, પ્રસાદી અને વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમો.

 નવરાત્રીના આ પવિત્ર દિવસો દરમિયાન સમગ્ર સિંધી સમાજમાં ભારે ઉત્‍સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંધુ વેલ્‍ફેર ફાઉન્‍ડેશનના હોદ્દેદારો દ્વારા તમામ શ્રદ્ધાળુઓ અને સમાજના અગ્રણીઓને આ ભવ્‍ય નવરાત્રી મહોત્‍સવમાં સહપરિવાર ઉપસ્‍થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:31 PM IST)