News of Wednesday, 8th July 2026
ઉપલેટાના ચીખલીયા ગામે રાજકોટનો સીરાજ ૮.૬૭ લાખના ગાંજાના જથ્થા સાથે પકડાયો
ભાયાવદરના નવાઝ અને ઉપલેટાના વસીમ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યાની કબુલાત : રૂરલ એસઓજીનો દરોડો

રાજકોટ, તા., ૮ : ઉપલેટાના ચીખલીયા ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી ૮.૬૭ લાખના ગાંજાના જથ્થા સાથે રાજકોટના શખ્સને ઝડપી લીધો હતો અને બે સપ્લાયરના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય, દ્વારા રાજકોટ જીલ્લામાં માદક પદાર્થને લગતી ગેરકાયદેસર પ્રવળતિ નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને રૂરલ એસઓજીએ સિરાજ હનીફભાઇ વિસર રહે, મૂળ ચીખલીયા ગામ તા. ઉપલેટા, હાલ કોઠારીયા સોલવન્ટ પ્લાન્ટ, નુરાની પરા શેરી નં.૩, રાજકોટ વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાક મકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે મજકુર ઇસમના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧૭ કિલો ૩૪૨ ગ્રામ જેની કી.રૂ.૮,૬૭,૧૦૦/-ના જથ્થા સાથે મળી આવતા જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબનો ગુન્હો દાખલ કરી પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.
પકડાયેલ સિરાજ વિસરએ આ ગાંજાનો જથ્થો (૧) નવાઝ અસરફભાઇ મધરા રહે. ભાયાવદર તા. ઉપલેટા તથા (ર) વસીમ ઇકબાલ રફાઇ રહે. ઉપલેટા, સીલ્વર રેસીડન્સી, ધોરાજી રોડ એ આપ્યો હોવાની કબુલાત આપતા બંનેની શોધખોળ હાથ ધરાઇ છે. એસઓજીએ માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧૭ કિલો ૩૪ર ગ્રામ જેની કિ. રૂા. ૮,૬૭,૧૦૦, મોબાઇલ ફોન નંગ ૧ જેની કિંમત રૂા. પ૦૦૦ મળી કુલ મુદામાલ ૮,૭ર,૧૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી.શાખાના પો.ઇન્સ. એફ.એ.પારગી, એસ.ઓ.જી શાખાના પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા, એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, વિપુલભાઇ ગુજરાતી, ફિરોજભાઇ બ્લોચ, પો.હેડ.કોન્સ. વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, ક્રિપાલસિંહ જાડેજા,પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, વિપુલભાઇ ગોહિલ, કલ્પેશભાઇ કોઠીવાર, ચીરાગભાઇ કોઠીવાર, રધુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, પુથ્વીરાજસિંહ ડોડીયા, નવદિપભાઇ બાબરીયા, રણજીતભાઇ ધાધલ તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા દ્વારા કરવામાં આવેલ છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
