News of Wednesday, 7th October 2026
ભાવનગરમાં અકસ્માતમાં ૭ ના મોતની ઘટનામાં તપાસ માટે એસઆઇટીની રચના
કારની સ્પીડ વધુ હોવાથી દુર્ઘટના સર્જાઇ હોવાની ચર્ચાઃ દરરોજ કર્મચારીઓ અલંગ અપડાઉન કરતા' તા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર, તા.૭: ભાવનગરથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પેટીયું રળવા જઇ રહેલા સાત કર્મચારીઓ માટે મંગળવારની સવાર કાળ બનીને આવી હતી. ત્રાપજ ગામ નજીક, શિવશક્તિ હોટલ સામે સર્વિસ રોડ પર પાર્ક કરેલા ટ્રેલરની પાછળ ભાવનગરથી અલંગ જતી બોલેરો કાર પૂરપાટ ઝડપે ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. ગોઝારા અકસ્માતમાં છ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત તેમજ જ્યારે એક યુવકનું સારવારમાં મોત થતાં પરિવાર ઉપર આભ ફાટી પડયું હતું. જો કે, ગાંધીનગરથી અલંગ ખાતે લોખંડની પ્લેટ ભરવા જઇ રહેલા ટ્રેલરની પાછળ અલંગ જતા સાત કર્મચારીઓની કાર ઘુસી જતાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં ન્યાયિક તપાસ માટે જિલ્લા પોલીસ વડા દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં તળાજા ડિવાયએસપી નકુમ, તળાજા પીઆઈ ચાવડા અને અલંગ પીઆઈ દેસાઈનો સમાવેશ કરાયો છે.
નેશનલ હાઇવે ઉપર ટ્રેલરની પાછળ ભાવનગરથી અલંગ જતી કાર પૂરપાટ ઝડપે ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત થવા પામ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રેલરના પાછળના બંન્ને વ્હિલ ટ્રેલરથી અલગ પડી ગયા હતા. ભાવનગરથી રોજ પેટીયું રળવા અલંગ શીપ બ્રેકીંગ યાર્ડના પ્લોટમાં નોકરી કરતા સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા પરિવાર ઉપર શોકનું મોજું ફરી વળ્યું હતું. ટ્રેલર ચાલક પવન રાઠોડે સવારના સુમારે ચા-પાણી પીવા માટે ટ્રેલર સર્વિસ રોડમાં પાર્ક કરેલ હતું. ર્પાકિંગ લાઇટ વિના પાર્ક કરેલા ટ્રેલર પાછળ કારનો અકસ્માત થતાં અલંગ પોલીસે ટ્રેલર ચાલકની અટક કરી છે. વાહન ચાલકો, ત્રાપજના ગ્રામજનો, એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટાફ બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. મળતક પિયુષભાઇના એકના એક પુત્રના આગામી ફેબ્રુઆરીમાં લગ્ન હતા. પુત્રના લગ્ન થાય એ પહેલા જ પિયુષભાઇએ અનંતની વાટ પકડી હતી.
અકસ્માતમાં મળત્યુ પામેલા કમભાગીઓ : ૧ જયેશભાઇ હિંમતલાલ વસાણી (રહે. ઘોઘારોડ, જીતો પ્રાઇડ, ઉ.વ.૫૮) ૨ પ્રિતેશભાઈ બીપીનચંદ્ર ભાયાણી (રહે. સુવિધાટાઉન શિપ, સુભાષનગર, ઉ.વ.૪૯) ૩ પિયુષભાઇ બીપીનચંદ્ર શાહ (રહે. આંબાવાડી, ઉ.વ.૫૩) ૪ યોગીતભાઈ નટુભાઈ અજમેરા (રહે. ઘોઘારોડ, જીતો પ્રાઇડ,ઉ.વ.૫૧) ૫ વિજયકુમાર ચંદુલાલ વોરા (રહે. દેરી રોડ, ઉ.વ.૬૮)૬ હિરેનકુમાર મહેશભાઈ મહેતા (રહે. ડાયમંડ ચોક, ઉ.વ.૫૬) ૭ ભાર્ગવપરી વિલાસપરી ગોસાઈ (રહે. જગદીશ્વર પાર્ક સિદસર રોડ, ઉ.વ.૩૨)નો સમાવેશ થાય છે.
અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ટ્રેલરની પાછળ અથડાતી હોવાનું સ્પષ્ટ થાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોનો આગળનો ભાગ ટ્રેલરની પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો. ય્વ્બ્ના પ્રાથમિક અહેવાલમાં પણ કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું નોંધાયું છે. સ્થળ પર કારના બ્રેક મારવાના કે સ્કિડ થવાના કોઈ સ્પષ્ટ નિશાન મળ્યા ન હોવાનું પણ સામે આવ્યું છે. તમામ ઘટના સીસીટીવી કેદ થઇ હતી.
કારની સ્પીડ એટલીબધી હતીકે...
અકસ્માત ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાછે.કાર સ્પીડમા હતી.ત્રાપજ થઈને અલંગ જવાનું હતુતો કાર સર્વિસ રોડપર આવીકઈ રીતે?!.અહીં ઉપસ્થિત લોકો મળતકોના નામ અને કામના સ્થળથી પરિચિત હતા.તેલોકો માંથી જાણવા મળ્યુહતુંકે કાર વીજયભાઈ વોરા ચલાવતા હતા.તે ૭૦ની સ્પીડથી વધુ કદી ચલાવતા ન હતા.પરંતુ આજે એટલી સ્પીડહતીકે ટોરસ ટ્રક સાથે અથડાતા પાછળ ના બંને સાઈડના વહીલ નો જોટો લોખંડ સાથે તૂટી ને જુદોપડી ગયોહતો.
બચાવવા દોડ્યા પરંતુ....
ધડાકાભેર અકસ્માત થયાના પગલે હોટલપર બેસેલ સેવાભાવી લોકો ઇજાગ્રસ્તો ને બચાવવા દોડ્યા,કારમાંથી બધાજ ને બહાર કાઢયા તેમા ૭ માંથી ૬ એ ક્ષણવારમાજ જીવ ગુમાવીદીધા હતા.૧૦૮ બચાવવા માટે આવી પરંતુ એક સિવાય અન્ય પડીરહી. તમામ ના ચહેરાઓ ચેપાઈ ગયા હોય,બિહામણા થઈગયા હતા. ઢાંકીદેવા પડ્યા હતા.એકપણ વ્યક્તિ ને બચાવી શકાયા નહિ.
ત્રાપજ ના રહીશોની સેવાને સલામ
એકાદ વર્ષ પહેલાં સુરત થી ઉના તરફ જઈ રહેલ લકઝરી બસને અકસ્માત નડ્યોહતો. એ અકસ્માત પણ આજરીતે ગમખ્વાર હતો. તે સમયે પણ ત્રાપજ ગામના આગેવાનો, રહીશો ની સેવા કાબીલેદાદ હતી.આજે સરપંચ મહીપાલ સિંહ ગોહિલ સહિતના એ માનવતા મહેકાવી હતી.
જ્લ્ન્, ય્વ્બ્ સહિતની ટીમ તપાસમાં જોતરાઈ
અલંગ પો.ઇ દેસાઈ એ જણાવ્યું હતુ કે બનાવના પગલે પ્લોટના ગૌરાંગભાઈ જૈન ની ફરિયાદ નોંધવામાં આવશે.બનાવની તપાસ તળાજા પો.ઇ ચાવડા કરશે.દુર્ઘટના ના પગલે તપાસમા વ્શ્સ્ વાહન ની સ્પીડ,મળતકોના કારમાંથી મળી આવેલ લોહીના સેમ્પલ સહિતની બાબતો તપાસવા માટે પોલીની સાથે આર.ટી.ઓ અને એફ.એસ.એલ ની ટીમપણ તાત્કાલિક પહોંચી ગઈ હતી.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
