News of Friday, 6th November 2026
જુનાગઢમાં દુષ્કર્મ અને ધર્મ પરિવર્તનના ગુનામાં SITની રચના : નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાના નેતૃત્વમાં 5 અધિકારીઓ કરશે તલસ્પર્શી તપાસ
એ ડિવિઝનમાં 28 ઓક્ટોબરે નોંધાયેલા ગુનામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમોનો ઉમેરો થયા બાદ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ આપ્યા ઊંડાણપૂર્વક તપાસના આદેશ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૬ : જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 28/10/2026 ના રોજ નોંધાયેલા એક ગુનામાં ધર્મ પરિવર્તનની હકીકત સામે આવતા જુનાગઢ પોલીસે ગુનાની ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT ની રચના કરી છે જે આ કેસમાં સૌથી મહત્વની કાર્યવાહી માનવામાં આવી રહી છે, જુનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા સ્ત્રી અત્યાચાર તથા મહિલાની જાતીય સતામણીના દાખલ થતા ગુનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી જેના અન્વયે આ ગુનાની તપાસ ચાલી રહી હતી, આ ગુનામાં ફરિયાદી મહિલા દ્વારા જુનાગઢ સંઘાડીયા બજારમાં આવેલ મોનીસાપીરની દરગાહના મુજાવર જાવેદભાઈ કરીમભાઈ શેખ અને તેના દીકરા વાહિદ જાવેદભાઈ કુરેશી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમો અને જી.પી. એક્ટ મુજબ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો, તપાસ દરમિયાન ભોગ બનનાર ફરિયાદીનું નામદાર કોર્ટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 183 મુજબ નિવેદન લેવડાવવામાં આવતા ફરિયાદી દ્વારા આરોપીઓએ પોતાનું ધર્મ પરિવર્તન કરાવેલ હોવાની હકીકત જણાવવામાં આવી હતી જેના આધારે ફરિયાદીનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું હતું, ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદી જુનાગઢમાં એકલા રહેતા હોય અને શરીરમાં બીમારીઓ રહેતી હોય તે સંજોગોનો લાભ લઈ તું મારી દીકરી જ છે, તું ઇસ્લામ ધર્મ કબૂલ કરી લે તને બીમારી કે દુઃખ નહીં આવે તેવું કહી લાલચ અને પ્રલોભન આપી હિન્દુ ધર્મમાંથી ઇસ્લામ ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવેલ હોવાની હકીકત સામે આવી હતી, આ દિશામાં તપાસ કરતા ફરિયાદીના ઘરનું પંચનામું કરતા આરોપી દ્વારા ફરિયાદીના ઘરે ઇસ્લામ ધર્મના લીલા કલરના ઘોડા તથા દરગાહના ફોટા, ફરિયાદીને ઇસ્લામ ધર્મનું પાલન કરવા માટે આપેલ નમાજ પડવા માટેની કલમાની બુક, બુરખો તથા નમાજ પડવા માટેનું આસન વગેરે ચીજવસ્તુઓ કબ્જે કરવામાં આવી હતી તેમજ ફરિયાદીને અલગ અલગ દરગાહમાં લઈ જઈ સલામી કરાવવામાં આવેલ તેના ફોટા તથા વિડીયો વગેરે પણ કબ્જે કરવામાં આવ્યા હતા, આ પુરાવાના આધારે સદરહુ ગુનામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003 ની કલમ 4(1) તથા સુધારા કલમ 4(2) મુજબની કલમોનો ઉમેરો કરવા નામદાર કોર્ટમાં રિપોર્ટ કરતા નામદાર કોર્ટ દ્વારા કલમ ઉમેરાને ગ્રાહ્ય રાખવામાં આવ્યો હતો, જે અનુસંધાને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચનાથી સદરહુ ગુનાની તપાસ જુનાગઢ શહેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાને સોંપવામાં આવી છે અને આ ગુનામાં હિન્દુ ધર્મના મહિલા ફરિયાદીનું આરોપીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવેલ હોય જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ થાય અને ગુનાના મૂળ સુધી પહોંચી તમામ પ્રકારના સાંયોગિક તેમજ સાયન્ટિફિક પુરાવાઓ એકત્રિત કરવા અને તલસ્પર્શી તપાસ કરવા સારુ પોલીસ અધિક્ષક દ્વારા SIT ની રચના કરવામાં આવી છે જેમાં મુખ્ય તપાસ કરનાર અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યા જુનાગઢ શહેર અને તેમની મદદમાં પો.ઈન્સ. એ.બી. ચૌધરી એ ડિવિઝન પો.સ્ટે. જુનાગઢ શહેર, પો.સ.ઈ. ડી.કે. પટેલ ક્રાઈમ બ્રાન્ચ, પો.સ.ઈ. વાય.એન. સોલંકી એ ડિવિઝન પો.સ્ટે. જુનાગઢ શહેર અને પો.સ.ઈ. જે.જે. માઢક મહિલા પો.સ્ટે. નો સમાવેશ કરવામાં આવ્યો છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
