<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ગંભીર :ગામમાં પાંચ મકાનો તૂટી પડ્યા

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રની ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે અને 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ગામમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. ગામમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે અને અનેક વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ગામમાં પાંચ મકાનો તૂટી પડ્યા છે, જેના કારણે ઘરવખરી સહિતની વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. પાણી ભરાતા દેદાદરા ગામનો સંપર્ક પણ ખોરવાઈ ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રની ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે અને 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

(10:36 PM IST)