તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
કેશોદ - રામદેવડા યાત્રાધામ રૂટની બસ શરૂ કરવા છ વર્ષની મથામણ બાદ પણ પરિણામ અધ્ધરતાલ
યાત્રાધામ રામદેવડાનો રૂટ શરૂ કરાવવા માટે પદાધિકારીઓ, આગેવાનોથી માંડી સામાન્ય લોકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત છતાં એસ.ટી તંત્ર ‘ટશ નુ મશ' થતું નથી : હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમુ રાજસ્થાનમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ જુના રણુજા ખાતે રામદેવપીરના દર્શનાર્થે જવા માટે સોરઠમાંથી એસ.ટી. બસની કોઈ સુવિધા નથી : ભાવિક - ભક્તોની લાગણી અને માંગણી સંતોષાય તે માટે વડાપ્રધાન, કેન્દ્રીય ગળહ મંત્રી તથા રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવી ધ્યાન દોરતા વિભાગીય એસ.ટી.સલાહકાર સમિતિના સદસ્ય બીજલ સોંદરવા

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૬: હજારો લોકોના અસ્થાનું કેન્દ્ર સમા રાજસ્થાનમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ જુના રણુજા ખાતે રામદેવપીર ના દર્શનાર્થે જવા માટે સોરઠ માંથી એક પણ ડાયરેક્ટ એસ.ટી. બસ ની સુવિધા ન હોય જેના કારણે યાત્રાળુઓએ ભારે મુશ્કેલી અનુભવી પડે છે. આ સ્થિતિ વચ્ચે કેશોદ થી રામદેવડા (જુના રણુજા ) યાત્રાધામ રૂટ ની બસ શરૂ કરવા માટે છેલ્લા છ વર્ષથી લેખિત તથા મૌખિક રજૂઆતોની મથામણ બાદ પણ પરિણામ અધ્ધર તાલ રહેતા લોકોમાં એસટી તંત્ર પ્રત્યે ભારોભાર નારાજગી સાથે આક્રોશ જોવા મળેલ છે. આ સ્થાનિક કક્ષાના લોકલ પ્રશ્ને વડાપ્રધાનશ્રી , કેન્દ્રીય ગળહ મંત્રીશ્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત ટોચના પદાધિકારીઓ ને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.
કેશોદ -રામદેવડા એસ ટી બસ નો રુટ શરૂ કરવા અંગે વધુ એકવાર પોતાની માંગણી ને દોહરાવતા સ્થાનિક ભાજપના અગ્રણી, કેળવણીકાર તથા વિભાગીય એસ.ટી. સલાહકાર સમિતિના સદસ્ય બીજલભાઇ સોંદરભાઈ એ આક્રોશ ઠાલવતા જણાવેલ કે, ૨૦૧૯ થી આજ દિવસ સુધી કેશોદ રામદેવડા રૂટ ની બસ શરૂ કરવા માટે અમોએ અંગત રીતે તથા પદાધિકારીઓ અને આગેવાનો ના માધ્યમથી અનેક વખત એસ ટી તંત્ર સહિત સંબંધીત સત્તાધીશો સમક્ષ માંગણી કરેલ છે પરંતુ પ્રશ્નનો ઉકેલ લાવવાને બદલે એસ ટી તંત્ર દ્વારા આ અંગે માત્ર અને માત્ર ગોળ -ગોળ જવાબ આપવામાં આવે.
કેશોદ થી રામદેવડા નો રૂટ શરૂ કરવા માટે રાજકીય તથા જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ થી લઈ લગભગ ત્રણેક હજાર જેટલા સામાન્ય લોકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિકમાં માંગણી કરવામાં આવેલ છે, જેનો હું સાક્ષી છું. પરંતુ એસટી નિગમ બોર્ડ દ્વારા નહીવત ટ્રાફિક થવાની શકયતા જેવો ટૂંકો અને ટચ એક લીટીમાં અનુમાનિત તર્ક અને ધારણાઓ સાથે પ્રેક્ટીકલી રીતે રૂટ શરૂ કરી પરિણામ જોયા વગર જ જવાબ આપી દેવામાં આવે છે. ગુજરાત સરકાર યાત્રાધામો તથા પર્યટન સ્થળો વિકસે તે માટે યાત્રિકોને સંપૂર્ણ સુવિધાઓ અને સવલતો પૂરી પાડવા અંગે ના -યાસો હાથ ધરી રહી છે, ત્યારે એસટી તંત્રએ આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણી ને ધ્યાને લઈ -ાયોગિક ધોરણે પણ જુનાગઢ ડિવિઝન માંથી કેશોદ - રામદેવડા રૂટની બસ શરૂ કરવી જોઈએ. જો આ બસનો રૂટ સુરેન્દ્રનગર, બહુચરાજી, ઊંઝા, મહેસાણા, પાલનપુર આબુરોડ, સિરોહી,જોધપુર, જેસલમેર , પોખરણ રાખવામાં આવે તો રૂટમાં વચ્ચે આવતા ધાર્મિક તથા પર્યટન સ્થળો એ આ વિસ્તારના લોકોને જવા માટે પણ લાભ મળી શકે.
કેશોદ રામદેવડા નો રૂટ શરૂ કરવા માટે -દેશ ભાજપના ઉપાધ્યક્ષ તથા પોરબંદર ના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, સાંસદ મનસુખભાઈ માંડવીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના જુદા જુદા પદાધિકારીઓ આગેવાનો તથા કાર્યકરોએ જવાબદાર તંત્ર વાહકોને પત્રો લખી આ માંગણી નો તાત્કાલી અસર થી ઉકેલ લાવવા ભલામણ કરેલ હતી. આમ છતાં એસ.ટી તંત્ર કોઈપણ કારણોસર ટશ નું મશ થતું નથી.
અંતમાં બીજલભાઇ સૌંદરવો એ જણાવેલ હતું કે, આ અંગે એસટી તંત્ર દ્વારા કોઇ લક્ષ નહી અપાતા અંતે થાકીને આ સ્થાનિક કક્ષાના ગણાતા લોકલ પ્રશ્ને છ વર્ષની સતત રજૂઆતો બાદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિતભાઈ શાહ તથા રાજ્યના નાયબ મુખ્યમંત્રી કમ ગળહ મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત ટોચના પદાધિકારીઓ ને પત્ર પાઠવી ભગવાન શ્રી રામદેવપીર ના ભક્તો તથા ભાવિકો ની લાગણી અને માંગણી સંતોષાય તે બાબતને ધ્યાને લઈ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા સંબંધિત વિભાગને સૂચના આપવા વિનંતી કરેલ છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
