તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
ભાવનગરમાં સુભાષનગર આવાસ બિલ્ડિંગમાં સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યોઃ બે ઘવાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૬: શહેરના સુભાષનગર આવાસ યોજનાના ‘બ્લોક-બી' ના ગ્રાઉન્ડ ફ્લોર ર્પાકિંગમાં જ્યારે કેટલાક સ્થાનિક રહીશો સામાન્ય વાતચીત કરી રહ્યા હતા, ત્યારે જ ઉપરથી સિમેન્ટ-કોંક્રિટનો આખો સ્લેબ લોખંડના સળિયા દેખાઈ જાય તે હદે નીચે ખાબકયો હતો. આ સમગ્ર કાળઝાળ દ્રશ્યો ત્યાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે, જેમાં જોઈ શકાય છે કે સ્લેબ પડતાં જ લોકોમાં જીવ બચાવવા માટે ભારે નાસભાગ મચી ગઈ હતી.
આ અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકલ લોકોએ આક્ષેપ કર્યો છે કે આ આવાસોના બાંધકામમાં તદ્દન હલકી કક્ષાની સામગ્રી વાપરવામાં આવી છે, જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે. રહીશોએ તંત્ર સામે કડક આક્રોશ વ્યક્ત કરતા માગણી કરી છે કે, જવાબદારો સામે તાકીદે પગલાં લેવામાં આવે અને બિલ્ડિંગનું વહેલી તકે યોગ્ય સમારકામ (રિપેરિંગ) કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
