<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

મોરબી મહાપાલિકાની નવી કચેરીમાં તસ્કરોનો કળા કરી ગયા: જનરેટરમાંથી કિંમતી સાધનોની ચોરી.

જનરેટરમાંથી મોંઘી બેટરી અને સ્ટેબિલાઇઝરની ઉઠાંતરી, અગાઉ પણ કોપર વાયરની થઈ હતી હતી ચોરી : જવાબદાર અધિકારી દ્વારા ઢાંકપીછોડાનો પ્રયાસ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાની નવી કચેરીના ગ્રાઉન્ડ પાસે સુરક્ષાની પોલ ખોલતો એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રિના સમયે તસ્કરોએ લાઈટ જતા પાવર માટે રાખવામાં આવેલા જનરેટરને નિશાન બનાવ્યું હતું. તસ્કરો જનરેટરમાંથી કિંમતી સાધનોની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર 2 દિવસ પહેલા પણ આ જ સ્થળેથી અન્ય એક ચોરી થઈ હતી. આ પ્રકારના સાધનોની ચોરીમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
   નવી કચેરીના ગ્રાઉન્ડમાં લાઈટ જાય ત્યારે ફરીથી ફરીથી વીજળી રહે તે માટે મોટું જનરેટર રાખવામાં આવ્યું છે. ગત રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ જનરેટરમાંથી તેની મોટી બેટરી અને સ્ટેબિલાઇઝરની ચોરી કરવામાં આવી છે. આ ચોરાયેલા સાધનોની કિંમત હજારો રૂપિયા જેટલી થવા જાય છે. આ ઉપરાંત, માત્ર 2 દિવસ પહેલા જ આ જગ્યાએથી કોપર વાયરની પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. કોપર વાયરની ચોરી અંગે પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા.
  જનરેટરની અંદર બેટરી ક્યાં આવેલી છે તેની સામાન્ય લોકોને જાણ હોતી નથી. આથી આ ચોરીમાં કોઈ જાણભેદુ શખ્સની જ સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે લાઈટ વિભાગના અધિકારી કોટકને પૂછવામાં આવતા તેમણે માત્ર તપાસ ચાલી રહી હોવાનું રટણ કર્યું હતું. કોપર વાયરની ચોરી અંગે પણ તેમને પૂછતા તેમને આ બાબતે કોઈ ખબર ન હોવાનું અને તપાસ કરવાનું જણાવીને ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગ્રાઉન્ડ ફ્લોરમાં માત્ર 5 થી 6 કેમેરા: અધિકારીઓના વાહનોને જ સુરક્ષા!
મહાપાલિકાની મસ મોટી કચેરી હોવા છતાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરાનો સદંતર અભાવ જોવા મળે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર 5 કે 6 કેમેરા જ લગાવવામાં આવ્યા છે. આ કેમેરા પણ માત્ર એ લોબીમાં જ છે જ્યાં અધિકારીઓ અને પદાધિકારીઓના વાહનો પાર્ક થાય છે. જ્યાંથી તમામ વાહનો પ્રવેશે છે તે એન્ટ્રન્સ પર, જનરેટર પાસે કે અન્ય વાહનોના પાર્કિંગ પાસે દેખરેખ માટે એક પણ કેમેરો મૂકવામાં આવ્યો નથી.
મહાપાલિકાની મસ મોટી કચેરી હોવા છતાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરાનો સદંતર અભાવ જોવા મળે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર 5 કે 6 કેમેરા જ લગાવવામાં આવ્યા છે. આ કેમેરા પણ માત્ર એ લોબીમાં જ છે જ્યાં અધિકારીઓ અને પદાધિકારીઓના વાહનો પાર્ક થાય છે. જ્યાંથી તમામ વાહનો પ્રવેશે છે તે એન્ટ્રન્સ પર, જનરેટર પાસે કે અન્ય વાહનોના પાર્કિંગ પાસે દેખરેખ માટે એક પણ કેમેરો મૂકવામાં આવ્યો નથી

(11:21 PM IST)