News of Saturday, 27th June 2026
દ્વારકા જતા ૭૬ વર્ષનાં પદયાત્રિકને નિશાન બનાવતા તસ્કરો
રૂા. ૫૦ થી રૂા. ૬૦ હજારની રોકડ અને કિંમતી દસ્તાવેજોની ચોરીઃ ધગધગતા રોડ પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા કરતા આગળ વધતા સકારામ બાપાની ત્રણ પૈડાંવાળી સાયકલમાંથી હાથફેરોઃ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ર૭ :.. જામનગર-ખંભાળિયા હાઈવે પર બેડ પાટીયા નજીકથી એક વયોવળદ્ધ સંન્યાસીને કાળઝાળ ગરમી વચ્ચે અડગ શ્રદ્ધા સાથે ભગવાન દ્વારકાધીશના શરણે જવા નીકળેલા રાજસ્થાનના ૭૬ વર્ષના વયોવળદ્ધ સંન્યાસી સકારામ બાપાને ત્રણ અજાણ્યા તસ્કરોએ પોતાનો શિકાર બનાવ્યા છે. દરરોજ ધગધગતા રોડ પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા કરતા આગળ વધતા આ વળદ્ધ ભક્તની ત્રણ પૈડાંવાળી સાયકલમાંથી તસ્કરો અંદાજે રૂા. ૫૦,૦૦૦/- થી ૬૦,૦૦૦/- ની રોકડ અને કિંમતી દસ્તાવેજો ભરેલો થેલો ચોરી કરી નાસી છૂટયા છે. આ કિસ્સા અંગે સિક્કા પોલીસ મથકમાં અજાણ્યા ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના અસાડા ગામના વતની અને હાલ નિવળત સંન્યાસી જીવન જીવતા ૭૬ વર્ષીય વળદ્ધ સકારામજી મંગનાજી ચૌહાણ પોતાની ત્રણ પૈડાંવાળી સાયકલ લઈને જામનગર-ખંભાળિયા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ગઈકાલે તારીખ ૨૬ જૂનના રોજ સવારના આશરે સાડા છ થી સાત વાગ્યાના અરસામાં, તેઓએ સિક્કા પોલીસ સ્ટેશનથી આશરે ૯ કિલોમીટર દૂર બેડ પાટીયા પાસે આવેલા રામ મંદિરની બાજુમાં, બાપા સીતારામની મઢુલી સામે પોતાની સાયકલ પાર્ક કરી હતી.
આ સમય દરમિયાન ત્યાં આવેલા ત્રણ અજાણ્યા ચોર ઇસમોએ મોકો જોઈ સાયકલ પર રાખેલો કપડાંનો થેલો, જેમાં કપડાં, શાલ અને મહત્વના ડોકયુમેન્ટ્સ હતા, તેની ચોરી કરી હતી. તદુપરાંત, સાયકલના પાછળના ભાગે મારેલી પતરાની પેટીમાંથી સંન્યાસીને ભેટ-સોગાદમાં મળેલા આશરે રૂપિયા ૫૦,૦૦૦/- થી ૬૦,૦૦૦/- ની રોકડ રકમ પણ તસ્કરો ચોરી કરી ગયા હતા.
આ અંગે વળદ્ધ સંન્યાસીએ સિક્કા પોલીસ સ્ટેશનમાં રાત્રે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ત્રણ ચોર ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ પો.હેડ.કોન્સ. એન.એલ. કાગડિયાએ હાથ ધરી છે. હાઈવે પરના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે સિક્કા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
