તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 5th November 2026
ભેસાણમાં બે દુકાનને નિશાન બનાવતા તસ્કરો, ૩૫,૦૦૦ની ચોરી
નંબર વગરની બાઈક પર આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૦૫: ભેસાણમાં ૨ દુકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા ૩૫,૦૦૦ની ચોરી કરી નાસી ગયા હતા. નંબર વગરની બાઈક પર આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ભેસાણના ચણાકા પ્લોટમાં છોડવાડી રોડ પર આવેલી વિઠ્ઠલભાઈ રવજીભાઈ ઉસદડની રઘુવિર પાન નામની દુકાનને તા. ૧૫ ઓક્ટોબરની રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનનું શટર નીચેથી બેન્ડ વાળીને અંદર પ્રવેશેલા તસ્કરો દુકાનના ટેબલના અલગ-અલગ ખાનામાંથી રૂપિયા ૩૫,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાજુમાં આવેલી સતાધાર મોટર રિવાઇડિંગ નામની દુકાનને પણ નિશાન બનાવવામાં આવી હતી.
વેપારીએ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બે અજાણ્યા ઇસમો નંબર વગરની બાઇક લઈને આવતા અને ચોરી કરીને જતા હોવાનું જણાઈ આવ્યું હતું.
ચોરીની ઘટના અંગે ગઈકાલે પોલીસે વિઠ્ઠલભાઈ ઉસદડની ફરિયાદ લઈ સીસીટીવી ફૂટેજ આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
