તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
સોશિયલ મીડિયા પર સસ્તા સોનાની લોભામણી જાળ પાથરી ઠગાઈ આચરતો ગઠિયો પકડાયો: પશ્ચિમ કચ્છ LCB પોલીસે ભુજમાંથી આરોપીને ઝડપી પાડ્યો!
'યોગેશ ભાનુશાલી' નામના બનાવટી ફેસબુક આઈડીથી બજારભાવ કરતાં ૧૦ થી ૨૦ ટકા સસ્તા ભાવે સોનું આપવાની જાહેરાતો મૂકી લોકોને ફસાવવાનો ચાલતો હતો ખેલ.

ભુજ: પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખા (LCB) એ સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયાના માધ્યમથી થતી છેતરપિંડી સામે મોટી સફળતા મેળવી છે. ફેસબુક પર ગેરકાયદેસર રીતે બનાવટી એકાઉન્ટ બનાવીને લોકોને સસ્તા ભાવે સોનું આપવાની લોભામણી આશા બતાવી ઠગાઈ આચરવાનો પ્રયાસ કરનાર એક શાતિર ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો છે.
LCB ની ટીમ ભુજ શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અમનનગર ચાર રસ્તા પાસે ખારી નદી રોડ પરથી આસિફ ઉમર લંગા નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે સંશયાસ્પદ સ્થિતિમાં પકડાયેલા આ શખ્સના અદ્યતન મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરતાં 'યોગેશ ભાનુશાલી' નામના બનાવટી ફેસબુક પ્રોફાઈલનો પર્દાફાશ થયો હતો.
આરોપી આ બોગસ આઈડી પરથી સોનાના દાગીના અને બિસ્કિટના વીડિયો તેમજ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને બજાર કિંમત કરતાં ૧૦ થી ૨૦ ટકા ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપતો હતો, જેથી નિર્દોષ અને ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવી શકાય. પોલીસે આરોપી પાસે રહેલો મોબાઈલ ફોન જપ્ત કરી કાયદેસરનો ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
