તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Sunday, 21st June 2026
પોરબંદરના સોઢાણામાં નદીમાં રેતી ખનનની મંજૂરી સામે ગ્રામજનોનો ભારે નારાજગી :ખેતરો ધોવાઈ જવાની ભીતિ
બરડા પંથકના સોઢાણા ગામે સોરઠી નદીમાંથી રેતી કાઢવાની મંજૂરા અપાતા ગ્રામજનો લાલઘૂમ :ખેડૂતોનો આરોપ છે કે તેની મંજૂરી કે સહમતી લીધા વગર રેતી કાઢવા લીઝ આપવામાં આવી

પોરબંદરના સોઢાણામાં નદીમાં રેતી ખનનની મંજૂરી સામે ગ્રામજનોનો ભારે રોષ. ખેડૂતોને ખેતરો ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. બરડા પંથકના સોઢાણા ગામે સોરઠી નદીમાંથી રેતી કાઢવાની મંજૂરા અપાતા ગ્રામજનો લાલઘૂમ થયા છે. ગામના અનેક ખેડૂતોના ખેતર સોરઠી નદીના કાંઠે આવેલા છે. ત્યારે જો નદીમાંથી રેતી કાઢવામાં આવેતો ખેતીની જમીનો ધોવાઈ જવાનો ખેડૂતોને ભય છે. ખેડૂતોનો આરોપ છે કે તેની મંજૂરી કે સહમતી લીધા વગર રેતી કાઢવા લીઝ આપવામાં આવી છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્રએ જો લીઝ આપવી જ હોય તો. નદી કાંઠે ત્રણ કિમી સુધી પ્રોટેક્શન વોલ બનાવી આપે. જેથી ચોમાસાંમાં નદીઓ છલકાય તો જમીનો ધોવાણ ન થાય.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
