તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
જામનગરમાંથી ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે બે શખ્શોને પકડી પાડતી એસ.ઓ.જી., જામનગર જુઓ વિડિયો
બંને જણા અફઝલ અબ્દુલભાઈ કુરેશીના રહેણાંક મકાને પાસે આવેલ અન્ય એક મકાનમા ડુપ્લીકેટ સાબળે બીડીનું વેચાણ કરતા

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈ.પી.એસ.) રાજકોટ વિભાગ, રાજકોટ નાઓ દ્વારા જામનગર જિલ્લામા ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્શો વિરૂધ્ધ ઉપર લગામ લગાવવા માટે સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાનાઓએ જામનગર જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ.
જામનગર જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સો વિરુધ્ધ અસરકારક કામગીરી કરવા અંગે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેદ્રભાઈ વૈષ્ણવ તથા વિજયભાઈ કારેણા તથા જયેશભાઈ પઢેરીયાને બાતમી મળેલ કે, અમીતભાઈ મહેશભાઈ વશીયર ર(હેવાસી જડેશ્વર પાર્ક, જામનગર )તથા અફઝલ અબ્દુલભાઈ કુરેશી( રહેવાસી ગુજરાતી વાડ, જામનગર વાળા) ઓ બંને જણા અફઝલ અબ્દુલભાઈ કુરેશીના રહેણાંક મકાને પાસે આવેલ અન્ય એક મકાનમા ડુપ્લીકેટ સાબળે બીડીનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા જેથી આ બાબતે સાબળે બીડી કંપનીના મેનેજર ઘનશ્યામભાઈ ત્રીભુવનદાસ પોબારૂને અત્રે બોલાવી સદરહુ જગ્યાએ રેઈડ કરતા સદરહુ જગ્યાએથી હકિકત મુજબના અમીતભાઈ મહેશભાઈ વશીયર( રહેવાસી જડેશ્વર પાર્ક, શેરી નંબર-૩, જામનગર )તથા અફઝલ અબ્દુલભાઈ કુરેશી( ઉ.વ.૩૫ ) ધંધો પ્રાઈવેટ નોકરી રહેવાસી પટ્ટણી વાડાની બાજુમા, ગુજરાતી વાડ, જામનગર વાળાઓ સાબળે બીડીનો જથ્થો ડુપ્લીકેટ હોવાનું જાણવા છતા બીડીનું સેવન કરતા ઉપભોક્તા ગ્રાહકોને ડુપ્લીકેટ (બનાવટી) નિમ્ન ગુણવત્તાની તથા ઓછા ભાવ ની પ્રોડકટને ઓરીજનલ પ્રોડકટ જેટલા જ ભાવે વેચીને તથા રીટેઈલ, ડિસ્ટ્રીબ્યુટર તથા પાન મસાલા દુકાન ધારકોને ઠગાઈ કરી વેચાણ કરવાના ઇરાદે ગુન્હામાં એકબીજાની મદદગારી કરી કુલ કિંમત રૂપિયા કિ.રૂ.૭૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડેલ જતા મજકુર વિરૂધ્ધ સીટી “એ” ડીવી. પો.સ્ટે. એ-પાર્ટ ગુના રજીસ્ટર નંબર ૧૧૨૦૨૦૦૮૨૬૧૪૨૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૩૪૫(૩), ૩૪૭(૧), ૩૪૯, ૫૪ તથા કોપીરાઇટસ એક્ટની કલમ ૬૩ મુજબ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ: (૧) સાબળે બીડી નો ડુપ્લીકેટ જથ્થો ૨૬૫ પેકેટ કિ.રૂ.૭૯,૫૦૦/-ની મત્તાનો મુદ્દામાલ
આ કાર્યવાહી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર વી.બી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
