<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

કાલાવડમાં દૂધ બનાવતી ડેરી પર SOGના દરોડા: 1200 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું

75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો દૂધ પાવડર પણ સ્થળ પરથી મળી આવ્યો: શંકાસ્પદ દૂધ, ઘી અને પાવડરનો સ્થળ પર જ નાશ કરાયો

કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતી ડેરી પર દરોડો પાડવામાં આવ્યો છે. સ્થળ પરથી 1200 લીટર શંકાસ્પદ દૂધ ઝડપી પાડ્યું છે. 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો દૂધ પાવડર પણ સ્થળ પરથી મળી આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે SOGએ દરોડો પાડ્યો હતો. કાનજી ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણીના મકાનમાંથી શંકાસ્પદ ભેળસેળ ઝડપાઈ છે. ફૂડ સેફ્ટી ઓફિસરે દૂધના સેમ્પલ લઈ સીલ કર્યા હતા  શંકાસ્પદ દૂધ, ઘી અને પાવડરનો સ્થળ પર જ નાશ કરાયો છે. માનવ સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે જથ્થાનો નાશ કરાયો છે

(6:56 PM IST)