<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ખંભાળિયાના બજાણા ગામે નર્મદાની મુખ્‍ય લાઇનનો વાલ્‍વ કોઇએ તોડી નાખતા લાખો લીટર પાણી વેડફાયું

આવું કૃત્‍ય કરનારા સામે કડક કાર્યવાહી કરવા માંગણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયાઃ તા.ર૩, હાલ દ્વારકા જિલ્લા તથા ખંભાળિયન હએર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ પુરતો ના પડતા પીવાના પાણીની તિવ્ર અછતની સ્‍થિતી છે. તથા નર્મદાનું પાણી જ આધાર રૂપ છે ત્‍યારે ખંભાળિયા શહેર તથા ગામડાઓને મળતું પાણી જોઇ ના શકતા હોય તેમ કોઇ હરામખોરો દ્વારા લાખો લીટર પાણી વેફાયું હતું તથા પાણીની લાઇન તુટી જતા અઢારગામોને પીવાનું પાણી મળતું બંધ થઇ જતા ભારે દેકારો મચી ગયો હતો. ખંભાળિયા લાલપુર વચ્‍ચેની નર્મદાની મેઇન લાઇનના એર વાલવ વારંવાર તોડી નખાતા હોય અહી ઘોડેશ્વાર પોલીસનું પેટ્રોલીંગ ગોઠવવા તથા જવાબદારો સામે કડક પગલાની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. 

(1:26 PM IST)