તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ
રાત્રિથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતાં મંદિર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો: ભક્તોની વધતી સંખ્યાને પગલે રાત્રે 3 વાગ્યે મંદિરના ગેટ ખોલવામાં આવ્યા

ગીર સોમનાથના સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રાત્રિથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતાં મંદિર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ભક્તોની વધતી સંખ્યાને પગલે રાત્રે 3 વાગ્યે મંદિરના ગેટ ખોલવામાં આવ્યા હતા. સઘન સુરક્ષા વચ્ચે હજારો ભક્તોએ સોમનાથ મહાદેવના પ્રથમ દર્શન કર્યા હતા. મંદિર પરિસર અને પ્રભાસ તીર્થ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જ્યારે શ્રાવણીયા સોમવારે ભક્તો શિવધૂનમાં લીન જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો લાગતા સમગ્ર સોમનાથમાં ભક્તિમય માહોલ છવાયો હતો.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
