<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

અષાઢના અંતમાં સોરઠ-દક્ષિણ ગુજરાત ભીંજવાશેઃ ૨૮મી સુધી મેઘરાજા ‘તાંડવ' મચાવશે

ચોમાસુ ધરી મજબૂત થતાં ઇસ્‍ટ-વેસ્‍ટ શિયર ઝોન સક્રિયઃ કેશોદના વેધર એનાલિસ્‍ટ વિષ્‍ણુરાજસિંહ સિસોદિયા જણાવે છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં આફતરૂપ ૮ થી ૧૨ ઇંચ વરસાદ ખાબકવાની પૂરી શક્‍યતા

રાજકોટઃ ગુજરાત માથે આગામી દિવસોમાં મેઘરાજાનું મોટું સંકટ તોળાઈ રહ્યું હોય તેમ સિસ્‍ટમો આક્રમક બની રહી છે. હવામાન ક્ષેત્રે ઊંડો અભ્‍યાસ ધરાવતા કેશોદના વેધર એનાલિસ્‍ટ વિષ્‍ણુરાજાસિહ સિસોદિયા જણાવે છે કે, ચોમાસુ ધરી નીચા સ્‍તરે આવવાની સાથે ઇસ્‍ટ-વેસ્‍ટ શિયર ઝોન પૂર્ણપણે સક્રિય થયો છે. જેના પરિણામે તા. ૨૩ થી ૨૮ જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્‍યમાં ચોમાસુ રૌદ્ર સ્‍વરૂપ ધારણ કરશે અને ભારેથી અતિભારે વરસાદ વરસાવશે.

હાલમાં ચાલી રહેલા અતી ભારે વરસાદના રાઉન્‍ડમાં મેઘરાજાનો મુખ્‍ય ટાર્ગેટ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલશ્ન તથા દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી અને દમણમાં ૮ થી ૧૨ ઇંર્ચં સુધીનો અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્‍લી અને મહીસાગર તેમજ મધ્‍ય ગુજરાતના અમદાવાદ, ખેડા અને ગાંધીનગર સહિતના તમામ ભાગોમાં ૪ થી ૫ ઇંચ જેટલો મધ્‍યમથી ભારે વરસાદ થવાની શક્‍યતા છે. કચ્‍છ વિસ્‍તારમાં ૩ થી ૪ ઇંચ વરસાદની ધારણા છે. જ્‍યારે રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્‍દ્રનગર અને પોરબંદર જેવા સૌરાષ્ટ્રના અન્‍ય જિલ્‍લાઓમાં પણ આ રાઉન્‍ડમાં સારો એવો મધ્‍યમ વરસાદી લાભ મળી રહેશે. સમગ્ર ગુજરાતમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્‍લાના કપરાડામાં નોંધાય છે. જ્‍યારે સૌરાષ્ટ્રના ક્ષેત્રફળની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વાર્ષિક સરેરાશ વરસાદ મેળવવામાં દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારો એટલે કે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્‍લા મોખરે રહે છે. હવામાનના આંકડાકીય પરિબળોનો હવાલો આપતાં કેશોદના વેધર એનાલિસ્‍ટ વિષ્‍ણુરાજાસિહ સિસોદિયા જણાવે છે કે, ઓગસ્‍ટ મહિનામાં મિડલ-ટ્રોપોસ્‍ફિયરિક સાયક્‍લોન ( MTC) સક્રિય થવાના સ્‍પષ્ટ એંધાણ છે. MTC સિસ્‍ટમ્‍સ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મુંબઈના દરિયાકાંઠા માટે વરદાનરૂપ અને ફેમસ માનવામાં આવે છે. અરબી સમુદ્રમાંથી ઊભી થતી આ સિસ્‍ટમ્‍સ એક જ જગ્‍યા પર સ્‍થિર થઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અતિવૃષ્ટિ સર્જે છે. જેમ પヘમિ ઘાટ માટે શિયર ઝોન પ્રખ્‍યાત છે, તેમ સૌરાષ્ટ્ર માટે MTC નો મોટો લાભ મળે છે અને તેના કારણે સૌરાષ્ટ્રમાં સતત ૧૦ થી ૨૫ દિવસ સુધી મેઘમહેર કે ધુઆધાર વરસાદી હેલી ચાલુ રહી શકે છે.

(2:11 PM IST)