તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ઘરે-ઘરે ગુંજશે આનંદના ઓવારણા : ઝળહળશે દીપાવલીનો દિવ્ય ઉજાસ
આજથી દિપાવલી પર્વનો પ્રારંભઃ આજે અગિયારસના શુભ અજવાળાથી લઈને લાભપાંચમના મંગલ લાભ સુધી સૌરાષ્ટ્ર કચ્છ આનંદ, ઉત્સાહ અને પ્રકાશથી ઝળહળી ઉઠશે અંધકારના ઓછાયાને ભેદીને પ્રગટશે પ્રકાશ પર્વ, ધનતેરસના ધનવૈભવથી ભાઈબીજના ભાવબંધન સુધી મંદિરે-મંદિરે ગાજશે ભક્તિના ભજનઃ ફરવાલાયક સ્થળોએ ઉમટશે જનમેદની

રાજકોટ, તા.૫: સૌરાષ્ટ્ર-કચ્છના આંગણે દીપાવલીનો મહાપર્વ આવી પહોંચ્યો છે. આજે અગિયારસના શુભ અજવાળાથી લઈને લાભપાંચમના મંગલ લાભ સુધી આખું સૌરાષ્ટ્ર-કચ્છ આનંદ, ઉત્સાહ અને પ્રકાશથી ઝળહળી ઉઠશે. ઘરે-ઘરે ગુંજશે આનંદના ઓવારણા અને શેરીએ-શેરીએ મહેકશે દીવડાઓની સુગંધ.
રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, કચ્છ-ભુજ સહિતના તમામ શહેરો અને ગામડાઓમાં દિવાળીની તૈયારીઓએ જોર પકડ્યું છે. બજારોમાં ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. કપડા, સોના-ચાંદી, વાસણ, મીઠાઈ, ફટાકડા અને ડેકોરેશનની દુકાનો ગ્રાહકોથી ઉભરાઈ રહી છે. ધનતેરસના દિવસે સોના-ચાંદી, વાસણ અને વાહનોની ખરીદી માટે લોકોની લાંબી કતારો લાગશે. વેપારીઓમાં પણ આ વખતે સારા વેપારની આશા જોવા મળી રહી છે. ગળહિણીઓ ઘરની સજાવટ, રંગોળીના રંગ, તોરણ, લાઈટિંગ અને માટીના દીવડાની ખરીદીમાં વ્યસ્ત છે. બાળકોમાં ફટાકડા અને નવા કપડાનો ઉત્સાહ અનેરો છે.
દિવાળીના દિવસે ઘરે-ઘરે માં લક્ષ્મી, ગણેશ અને કુબેરની પૂજા થશે. સવારથી જ ઘરની સાફ-સફાઈ, આંગણે રંગોળી, ફૂલોના તોરણ અને દીવડાઓની હારમાળાથી ઘર શોભી ઉઠશે. સાંજે આખું સૌરાષ્ટ્ર દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠશે. મિત્રો અને સગા-સંબંધીઓ એકબીજાના ઘરે જઈને મીઠાઈ અને શુભેચ્છાઓની આપ-લે કરશે. સોશિયલ મીડિયા પર પણ દિવાળીની શુભેચ્છાઓનો ધોધ વહેશે.
દિવાળીના વેકેશનને લઈને આ વખતે ધાર્મિક અને ફરવા લાયક સ્થળોએ લોકોની ભારે ભીડ જામશે. સૌરાષ્ટ્ર-કચ્છના પ્રસિદ્ધ ધામોમાં દ્વારકાધીશ, સોમનાથ મહાદેવ, સાળંગપુર હનુમાનજી, વીરપુર જલારામ, માં ખોડલધામ કાગવડ, આશાપુરા માં, ગીરનાર, પાલિતાણા શેત્રુંજય, અંબાજી તરફ જતા માર્ગો પર પણ ભક્તોનો ધસારો જોવા મળશે. મંદિરોમાં વિશેષ શણગાર, મહાઆરતી અને અન્નકૂટના દર્શનનો લાભ ભક્તો લેશે.
સાથે જ ફરવા લાયક સ્થળોએ પણ પ્રવાસીઓનો જમાવડો થશે. સાસણ ગીર, દીવ, સોમનાથ દરિયા કિનારો, દ્વારકા બેટ, શિવરાજપુર બીચ, કચ્છનું ધોળાવીરા, રણોત્સવનું સફેદ રણ, માંડવી બીચ, નારાયણ સરોવર, જામનગરનું લાખોટા તળાવ, રાજકોટનો રેસકોર્સ, જૂનાગઢનો સક્કરબાગ, અમરેલીનો ગીર અભયારણ્ય વિસ્તાર અને પોરબંદરનો ચોપાટી વિસ્તાર હાઉસફુલ રહેવાની શકયતા છે. પરિવાર સાથે ફરવા નીકળેલા લોકો માટે હોટલ, ધર્મશાળા અને રિસોર્ટમાં અગાઉથી બુકિંગ થઈ ગયા છે. રેલવે અને બસ સ્ટેશનો પર પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.
દિવાળી પર્વને લઈને પોલીસ તંત્ર, મનપા અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ભીડભાડવાળા બજારો, મંદિરો અને પર્યટન સ્થળો પર ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા, બાળકોનું ધ્યાન રાખવા અને પ્રદૂષણ ઓછું થાય તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સ પણ એલર્ટ મોડ પર રહેશે.
ધાર્મિક દૃષ્ટિએ આ પર્વનું અનેરું મહત્વ છે. અગિયારસથી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા આવે, વાઘબારસથી પ્રગતિના દ્વાર ખૂલે, ધન તેરસથી શુદ્ધ ધન પ્રાપ્ત થાય, કાળી ચૌદશથી જીવનમાં કલહ દૂર થાય, દિવાળીથી દિલમાં માનવતાનો દીપ પ્રગટે. નૂતન વર્ષથી જીવન નવ પલ્લવિત થાય, ભાઈબીજથી ભાઈ-બેનની પ્રીતિ વધે, ત્રીજથી ત્રેવડ વધે, ચોથથી ચતુરાઈ વધે અને લાભપાંચમથી પાંચ પરમેશ્વરની પરમ કળપા વરસે તેવી લોકોની અતૂટ શ્રદ્ધા છે.
આ પર્વ ફક્ત રોશનીનું નહીં, પણ માનવતાનું પર્વ બની રહે તથા આખું વર્ષ સુખ, શાંતિ અને સમળદ્ધિથી ભરપુર નીવડે તેવી દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
