<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

મોરબીમાં ખેલૈયાઓ માટે શ્રી ઉમિયા નવરાત્રી દ્વારા ગરબાના ગ્રાઉન્‍ડમાં વિશેષ સૂવિધા

મહા આરતીનું ફંડ વપરાશે દીકરીઓના શિક્ષણ માટેઃ અનિલભાઇ વરમોરાઃ સેવા માટે યોજાતો રાસોત્‍સવ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૨: મોરબીમાં અર્વાચીન રાસોત્‍સવ માત્ર કમાણી માટે નહીં પરંતુ સેવાકીય કાર્યો માટે પણ યોજાય છે. મોરબીના ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરો દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ઉમિયા નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્‍સવ ૧૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.

ઉમિયા નવરાત્રી મહોત્‍સવના આયોજકો દ્વારા આ રાસોત્‍સવમાંથી થતી આવકને પોતાના ઘરે લઈ જવાને બદલે વિવિધ સેવા કાર્યોમાં વાપરવામાં આવે છે. આ ફંડમાંથી અગાઉ વીરપર ખાતે ઉમા સંસ્‍કાર ધામમાં એક વિંગ, અમદાવાદ ખાતે દીકરીઓ માટેના સસ્‍તા દરના ઉમા સંકુલમાં એક વિંગના દાતા, કોરોના કાળમાં મદદ અને ઉમિયા સર્કલનું નિર્માણ કરવામાં આવ્‍યું છે.

વિશેષમાં, ગત વર્ષથી પિતાની છત્રછાયા ગુમાવનાર અને સામાન્‍ય ઘરની દીકરીઓના ભણતર કે લગ્ન માટે આર્થિક સહાય આપવાની શરૂઆત કરાઈ છે. ગત વર્ષે કિશનભાઈ ગામી પરિવાર દ્વારા માતાજીની આરતીના ચડાવામાંથી આવેલી ૨૧ લાખ રૂપિયાની રકમ ૧૦૦ જેટલી દીકરીઓને અર્પણ કરવામાં આવી હતી. આ વર્ષે પણ આરતીના ચડાવા અને અન્‍ય દાતાઓના સહયોગથી આ સેવાકાર્ય ચાલુ રાખવામાં આવશે.

આયોજકોએ જણાવ્‍યું હતું કે, ખેલૈયાઓની સુરક્ષા અને સુવિધામાં વધારો કરતા આ વર્ષે ગ્રાઉન્‍ડમાં નીચે કાર્પેટ અને તેની ઉપર ફોમ સીટ પાથરવામાં આવી છે, જેથી ખેલૈયાઓને રમવામાં ખૂબ જ મજા આવે અને હાર્ડ ફલોરિંગના કારણે પગમાં તકલીફ ન પડે. આ નવરાત્રી મહોત્‍સવમાં બે મોટા ગ્રાઉન્‍ડ તૈયા૨ ક૨ાયા છે. જેમાં ફેમિલી પેવેલિયન અને સીઝન પાસ ધરાવનારાઓ માટે ૬૦,૦૦૦ સ્‍ક્‍વેર ફૂટનું રમવાનું ગ્રાઉન્‍ડ અને ૫૦,૦૦૦ સ્‍ક્‍વેર ફૂટની બેઠક વ્‍યવસ્‍થા રખાઈ છે. આ જ રીતે પાછળના ગ્રાઉન્‍ડમાં પણ ૬૦,૦૦૦ સ્‍ક્‍વેર ફૂટ રમવા માટે અને ૫૦,૦૦૦ સ્‍ક્‍વેર ફૂટ બેસવા માટે વ્‍યવસ્‍થા છે. આમ, કુલ સવા બે લાખ સ્‍ક્‍વેર ફૂટ જગ્‍યામાં ગ્રાઉન્‍ડ અને કેન્‍ટીન સહિતની વ્‍યવસ્‍થા ઊભી કરાઈ છે.

આ ઉપરાંત, ખેલૈયાઓ અને મહેમાનોને ટ્રાફિક કે ર્પાકિંગની કોઈ જ અગવડતા ન પડે તે માટે ૫ લાખ સ્‍ક્‍વેર ફૂટ જેટલી વિશાળ જગ્‍યામાં ર્પાકિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે.

(12:31 PM IST)