તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય શણગાર-વિશેષ પ્રાર્થના : "આશીર્વાદનો દીવડો"શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત ૧૧,૧૧૧ દીવડાઓ પ્રગટાવીને ભવ્ય સમૂહ સંધ્યા આરતીનું આયોજન
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની કૃપાથી વડાપ્રધાનને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રસેવા માટે સદૈવ અસીમ ઊર્જા પ્રાપ્ત થતી રહે તથા ભારત માતાની સેવામાં તેમનું જીવન સદૈવ યશસ્વી અને પ્રેરણાદાયી બને : કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા વિશેષ પ્રાર્થના

રાજકોટ તા.૧૭ : ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબી અને સફેદ રંગના કમળ ફૂલની ડિઝાઇન વાળા આકર્ષક વાઘા અને ભવ્ય શણગાર ધરવામાં આવ્યો છે.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ગર્ભગૃહમાં અયોધ્યાનું શ્રી રામ મંદિર, સોમનાથ મંદિર, પાવાગઢ મંદિર, કેદારનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મંદિરના પ્રતીકો સાથે રાષ્ટ્રની પ્રગતિ અને સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી સાથે સુશોભન કરવામાં આવ્યું હતું.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી કે,શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની કૃપાથી વડાપ્રધાનશ્રીને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રસેવા માટે સદૈવ અસીમ ઊર્જા પ્રાપ્ત થતી રહે તથા ભારત માતાની સેવામાં તેમનું જીવન સદૈવ યશસ્વી અને પ્રેરણાદાયી બને.
મહત્વનું છે કે આજના આ શુભદિન નિમિત્તે સેવા, સંકલ્પ અને સમર્પણના ભાવ સાથે ભવ્ય "આશીર્વાદનો દીવડો" અને શ્રમદાન કાર્યક્રમનું સમય: સાંજે ૫:૦૦ કલાકે આયોજન સાળંગપુર ખાતે કરવામાં આવ્યું છે.
૧૧,૧૧૧ દીવડાઓ પ્રગટાવીને ભવ્ય સમૂહ સંધ્યા આરતી કરવામાં આવશે. આ દિવ્ય અને સેવાયજ્ઞ પ્રસંગે રાજકીય આગેવાનો, જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. આ સેવાયજ્ઞમાં સહભાગી થવા માટે આયોજકો દ્વારા સૌ નાગરિકોને સાદર ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
