<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

પોરબંદર "સંવાદ"કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ખાસ ઉપસ્થિતિ : બિરલા હોલ ખાતે સર્વાંગી વિકાસ માટે અર્થપૂર્ણ ચર્ચા: ધાર્મિક, સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે ચર્ચા વિચારણા

ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિતના ઉપસ્થિત

રાજકોટ તા.૨૧ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં બિરલા હોલ ખાતે "પોરબંદર સંવાદ" કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે ધાર્મિક, સામાજિક, સહકારી અને વ્યવસાયિક ક્ષેત્રના આગેવાનો અને શ્રેષ્ઠીઓ સાથે પોરબંદરના સર્વાંગી વિકાસ માટે વિસ્તૃત, અર્થપૂર્ણ અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

 

સર્વે આગેવાનોના મૂલ્યવાન સૂચનો અને સહકાર સાથે પોરબંદરને વધુ વિકસિત, સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ બનાવવાના સંકલ્પને નવી દિશા અને શક્તિ મળી હતી.

 

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના કેબિનેટ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણભાઈ ઓડેદરા, સુદામા ડેરીના ચેરમેન આકાશભાઈ રાજશાખા ઉપસ્થિત રહ્યા હતા.

 

આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું.

(1:07 PM IST)